Accident- વઢવાણ ડી માર્ટ ચોકડી પાસેના અકસ્માતમાં વધુ 1 યુવાનનું મોત
વઢવાણ ડી માર્ટ ચોકડી પાસે જાહેર રસ્તા પર સોમવારે પૂરપાટ આવી રહેલા ડમ્પરે અકસ્માત સર્જયો હતો. આ ડમ્પરે છોટાહાથી, ટ્રેક્ટર, 2 બાઇક તેમજ એસટી બસને પણ અડફેટે લીધી હતી.
- મૃતક મહિલાના પતિની ડમ્પર ચાલક સામે ફરિયાદ
વઢવાણ ડી માર્ટ ચોકડી પાસે જાહેર રસ્તા પર સોમવારે પૂરપાટ આવી રહેલા ડમ્પરે અકસ્માત સર્જયો હતો. આ ડમ્પરે છોટાહાથી, ટ્રેક્ટર, 2 બાઇક તેમજ એસટી બસને પણ અડફેટે લીધી હતી. જેમાં 1 મહિલાનું મોત થતા મૃતકના પતિએ ડમ્પરચાલક સામે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે આ ઘટનામાં મહિલા બાદ ઇજાગ્રસ્ત વધુ 1 યુવાનનું સારવાર દરમિયાન અમદાવાદમાં મોત થયાની વિગતો બહાર આવી હતી.
Tech Tip- ફોનમાં ચેન્જ કરો આ એક સેટિંગ, મુશ્કેલીમાં જીવ બચાવશે
વઢવાણ શહેરના ડી માર્ટ ચોકડી પાસે થયેલા અકસ્માતે મોતના બનાવમાં મૂળ પંચમહાલ જિલ્લાના મોરવાડ તાલુકાના વનેડા ગામના અને હાલ લખતર તાલુકાના બજરંગપુરા રોડ હિતેન્દ્રસિંહ રાણીની વાડીમાં રહેતા મૃતક મહિલાના પતિ પ્રભાતભાઈ હરીભાઈ ઘોડે બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ આ અકસ્માતમાં ડમ્પરે બાઇકને અડફેટે લેતા બાઇકચાલક સુરેશભાઈ શાંતિલાલ વણોલ અને બાઇક પાછળ બેસેલા પ્રભાતભાઈ ઉર્ફે પાર્થ મનુભાઈ વણોલને ઇજાઓ પહોંચી હતી. જેમાં સુરેશભાઈને ગંભીર ઇજાઓ થતા અમદાવાદ સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન અમદાવાદમાં અંદાજે 32 વર્ષના સુરેશભાઈ શાંતિલાલ વણોલનું મોત થયું હતું.
Muli – મુળી તાલુકામાં શરદી, ઉધરસ, ઝાડા અને ઉલટીના 500 કેસ, તાવથી બાળકીનું મોત