Site icon સોહમ 24 ન્યુઝ

Mineral Theft – સાયલાના સુદામડામાં ખનીજચોરી મુદ્દે ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ

Mineral Theft સાયલાના સુદામડામાં ખનીજચોરી મુદ્દે ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગ

Google News Follow Us Link

સાયલાના સુદામડામાં ખનીજચોરીની અરજી કરતાં ઘર ઉપર 10 રાઉન્ડ ફાયરિંગનો બનાવ બન્યો હતો. આ પંથકમાં માત્ર 82 કાયદેસર લીઝ છે. જ્યારે ક્વોરી ઉદ્યોગનું ટર્ન ઓવર રૂ.5 અબજને આંબી જતું હોવાથી કેટલી વખત કાગળો અને કેટલીટ વખત હથિયારો સાથે જંગ ખેલાતો હોય છે. ફાયરિંગના બનાવ બાદ ક્વોરી ઉદ્યોગકારોની બેઠક મળી હતી. જેમાં રણનીતિ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. ઝાલાવાડમાં બ્લેક સ્ટોનમાંથી કપચી બનાવવાની 120 પૈકી એકમાત્ર સાયલામાં 100 ક્વોરી આવેલી છે. અગાઉ 130 કાયદેસર લીઝ હતી. પરંતુ નદીથી 200 મીટરના નિયમોને લીધે 48 લીઝ રદ થતાં 82 કાયદેસરની લીઝ છે.

દરરોજ 2000 હજારથી વધુ ડંપર ભરીને ગુજરાત અને ગુજરાત બહાર બ્લેક સ્ટોનનો સપ્લાય કરવામાં આવે છે. જેની સરકારને મહિને રૂ.1 કરોડથી વધુની રોયલ્ટી પણ ભરે છે. કવોરી ઉધોગનું મહિન ટર્નઓવર અંદાજે રૂ.5 અબજને આંબી જાય છે. ત્યારે આ મોટા ટર્નઓવરને લઇ હથિયારો ઉડે તે સ્વભાવિક છે.

REVIEW- સુરેન્દ્રનગરમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેતરોની રૂબરૂ મુલાકાત લીધી

આમ ફાયરિંગ કેસમાં પહેલાં સોતાજ યાદવે જેલમાંથી જામીન ઉપર છૂટ્યા બાદ ઘણી જગ્યાએ ગેરકાયદે ખોદકામની નામ સાથે અરજી કરી હતી. અને આથી જ ફાયરિંગ કરાયું હતું. બનાવના 24 કલાક બાદ પણ એકપણ આરોપી ન પકડાતા પોલીસ સામે પણ શંકા સેવાઇ રહી છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને ફરિયાદી સોતાજના ઘરે બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તો તેની દીકરી કુસુમબેને પણ સુરેન્દ્રનગર કોલેજ જતાં જીવનું જોખમ હોઇ બંદોબસ્તની માંગ કરી છે.

GANDHINAGAR- ગાંધીનગરના દહેગામ પાસે આવેલા વાસણા સોગઠી ગામે ઘટી કરુણાંતિકા

ક્વોરી માલિકોએ પરિપત્ર બતાવતાં માપણી ન થઇ શકી

ફાયરિંગ બાદ ખાણખનીજની ટીમ સુદામડામાં ખાણોની માપણી કરવા જતાં ક્વોરી એસો.ના સભ્યોએ હડતાળ સમયે કમિશને ઉકેલ ન આવે ત્યાં સુધી માપણી ન કરવાનો પરિપત્ર બતાવતાં કામગીરી બંધ રહી હતી.

FAKE CBI OFFICER- નકલી CBI અધિકારી બની રોફ જમાવતા સુરેન્દ્રનગરના ભાજપ કોર્પોરેટર સહિત ત્રણની ધરપકડ

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version