Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Photo of author

By rohitbhai parmar

Pharma Factory Blast- આંધ્ર પ્રદેશમાં ફાર્મા ફેકટરીમાં ધડાકામાં અત્યાર સુધી 17નાં મૃત્યુ

Google News Follow Us Link

17 killed so far in Andhra Pradesh pharma factory blast

આંધ્ર પ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં એક ફેકટરીમાં બુધવારે જોરદાર ધડાકો થતાં ઇમારતનો એક ભાગ તૂટી પડ્યો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, આ ઘટનામાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે.

મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુ ગુરૂવારે અચ્યુતાપુરમ જશે અને દુર્ઘટનાસ્થળનું મુલાકાત લેશે. તેમણે ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાની પણ જાહેરાત કરી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૃતકોના પરિવારજનોને રૂ. બે-બે લાખની સહાયની જાહેરાત કરી છે.

આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયાં છે. દુર્ઘટના જેટલી મોટી છે તે જોતાં મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

આ ફાર્મા કંપની અચ્યુતાપુરમ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનસ્થિત છે.

બપોરે ભોજનના સમયે એક જોરદાર ધડાકો થયો અને ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો.

ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરાયા છે. જણાવવામાં આવ્યું છે કે આ વિસ્ફોટ રિએક્ટરમાં થયો, જેનાથી ઇમારતનો એક આખો માળ તૂટી પડ્યો. એટલે મૃતકોનો આંકડો વધી શકે છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી ચંદ્રબાબુ નાયડુએ અનાકાપલ્લી જિલ્લાનાં કલેક્ટર સાથે ફોન પર વાત કરી હતી. મુખ્ય મંત્રીએ ઈજાગ્રસ્તોને સારામાં સારી સારવાર અપાવવાના આદેશ આપ્યા છે.

ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે જો જરૂર પડશે તો ઈજાગ્રસ્તોની કાઢવા ઍર ઍમ્બુલન્સનો ઉપયોગ કરાશે. મુખ્ય મંત્રી પણ દુર્ઘટનાસ્થળ પર ગુરુવારે પહોંચશે.

અનાકાપલ્લી જિલ્લામાં લગભગ દસ હજાર એકરમાં વિશેષ આર્થિક ક્ષેત્ર ફેલાયો છે. આમાં ત્રણ હજાર ફાર્મા ફેકટરીઓ માટે છે.

આ વિસ્તારને અચ્યુતાપુરમ ફાર્મા એસઈએઝ કહેવાય છે.

અહીં ફેકટરીઓમાં કેમિકલ એટલે રસાયણોના નિર્માણ અને ભંડારણ કરવામાં આવે છે. અહીં આગની ઘટનાઓ બનતી રહે છે.

17 killed so far in Andhra Pradesh pharma factory blast

એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળ પર પહોંચી

એનડીઆરએફની ટીમો દુર્ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે.

જોકે હજુ સુધી દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા સ્પષ્ટ નથી કારણ કે અધિકારીઓએ કોઈ આધિકારિક માહિતી નથી આપી. પરંતુ સ્થાનિક હૉસ્પિટલમાં બે મૃતદેહો મળ્યા છે અને ફેકટરીના કર્મચારીઓએ જણાવ્યું કે ઘટનાસ્થળથી બે મૃતદેહો ઍમ્બ્યુલેન્સમાં લઈ જવાયા છે.

અનાકાપલ્લી જિલ્લામાં સ્થિત એસઈઝેડમાં મોટા ભાગની ફાર્મા કંપનીઓ છે. આ એસઈઝેડ ક્ષેત્રમાં કુલ 208 કંપનીઓ છે પણ આટલી બધી કંપનીઓ હોવા છતાં ત્યાં માત્ર ફાયર બ્રિગેડની એક જ ગાડી હતી.

આને કારણે આસપાસનાં ફાયર સ્ટેશનોથી આગ બુઝાવવા માટે ફાયર બ્રિગેટની ગાડીઓ બોલાવવામાં આવી છે.

ગત વર્ષે અહીંયાની કંપની સાહિત્ય સૉલ્વેન્ટ્સમાં ચાર લોકોનાં મૃત્યુ થઈ ગયાં હતાં.

ત્યાં અનાકાપલ્લીના એડિશનલ એસપી દેવ પ્રસાદે કહ્યું કે ત્રણ લોકોનાં મોત થયાં છે અને 17 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમણે કહ્યું કે રિએક્ટરમાં ઘડાકો થયો છે.

દેવ પ્રસાદે કહ્યું કે ઈજાગ્રસ્તોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને ઘટનાસ્થળ પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

Temperature – અમદાવાદમાં 36.1 ડિગ્રી સાથે છેલ્લા 3 વર્ષનું સૌથી વધુ તાપમાન

ધડાકા પાછળનું કારણ શું છે?

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર અનાકાપલ્લી જિલ્લાના કલેક્ટર વિજયા કૃષ્ણને કહ્યું કે આ ઘટના ઇસિંશિયા ફાર્મા પ્લાન્ટમાં બપોરે બે વાગ્યાની આસપાસ બની.

કૃષ્ણને કહ્યું, “અમે ચાર કર્મચારીઓને ગુમાવ્યા છે.”

જોકે, તેમણે આ દુર્ઘટનાનું કારણ રિએક્ટરમાં ધડાકો નથી. પરંતુ અધિકારીઓને શંકા છે કે આ દુર્ઘટના વીજળી સાથે સંકળાયેલી આગને કારણે બની છે.

તેમણે કહ્યું કે દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત 30 લોકોને અનાકાપલ્લી અને અચ્યુતાપુરમની અલગ-અલગ હૉસ્પિટલોમાં લઈ જવાયા છે.

કૃષ્ણને કહ્યું કે દુર્ઘટનામાં ફસાયેલા 13 લોકોને બચાવવામાં પણ આવ્યા છે.

Halaki- ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની ટેસ્ટમાં 50થી વધુ અરજદાર વેઇટિંગમાં

BBC News

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Leave a Comment