24 કેરેટ ગોલ્ડ બર્ગર, કિંમત છે 1000 રૂપિયા પરંતુ તમે મફતમાં ખાઈ શકો છો…જાણો કેવી રીતે
જો તમે ખાવાના શોખીન હોવ તો આ 24 કેરેટ ગોલ્ડ બર્ગર તમારે જરૂર ખાવો જોઈએ. તેની કિંમત જાણીને જરાય ચોંકવાની જરૂર નથી. આ એક બર્ગરની કિંમત આમ તો 1000 રૂપિયા છે પરંતુ તે તમે મફતમાં પણ ખાઈ શકો છો.
- સ્ટ્રીટ વેન્ડર 24 કેરેટનો વેજ ગોલ્ડ બર્ગર
- એક બર્ગરની કિંમત 1000 રૂપિયા છે
- પરંતુ તમે મફતમાં ખાઈ શકો છો
જો તમે ખાવાના શોખીન હોવ તો આ 24 કેરેટ ગોલ્ડ બર્ગર તમારે જરૂર ખાવો જોઈએ. તેની કિંમત જાણીને જરાય ચોંકવાની જરૂર નથી. આ એક બર્ગરની કિંમત આમ તો 1000 રૂપિયા છે પરંતુ તે તમે મફતમાં પણ ખાઈ શકો છો. તમે વિચારતા હશો કે આ તે કેવી મજાક છે. 1000 રૂપિયાનું બર્ગર કોણ મફતમાં આપે? પણ આ બિલકુલ સાચી વાત છે. તો ચલો અમે તમને જણાવીએ કે કેવી રીતે તમે આ સોનાનું મોંઘુદાટ બર્ગર મફતમાં ખાઈ શકો છો.
નિક જોનસ સાથે છૂટાછેડાની ખબર વચ્ચે પ્રેગનેન્સીને લઇને પ્રિયંકાએ કહી આ વાત
આ બર્ગર વેચાય છે લુધિયાણામાં. પંજાબના લુધિયાણામાં ‘બાબાજી બર્ગરવાળા‘. આ સ્ટ્રીટ વેન્ડર 24 કેરેટનો વેજ ગોલ્ડ બર્ગર બનાવે છે. હવે અમે તમને એ પણ જણાવીએ કે આ 1000 રૂપિયાની કિંમતનો સોનાનો બર્ગર તમે કેવી રીતે વિના મૂલ્યે ખાઈ શકો છો. જો તમારે આ મોંઘુ બર્ગર મફતમાં ખાવું હોય તો તમારે તેને બસ 299 સેકન્ડ એટલે કે 5 મિનિટમાં ખાઈને ફિનિશ કરવું પડશે. જો તમે આ પડકાર સ્વીકારો તો તમે ઝટપટ ખાઈને તમારા પૈસા પણ બચાવી શકો છો અને આ જબરદસ્ત બર્ગરનો સ્વાદ પણ માણી શકો છો.
સુરેન્દ્રનગર શહેરમાં આખલાએ ચાર લોકોને અડફેટે લીધા
બાબાજી બર્ગરવાળાના સ્પેશિયલ બર્ગરને તમે યુટ્યુબ ચેનલ ઉપર પણ જોઈ શકો છો. જેને શેર કર્યા બાદ તેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો છે. જેને જોઈને તમે પણ આ એકવાર તો આ બર્ગર ખાવાનું જરૂર વિચારશો.
આ વીડિયોમાં શેફ બાબાજી જણાવે છે કે જો કોઈ વ્યક્તિ એકલા હાથે 5 મિનિટની અંદર આ બર્ગર ખાઈ લેશે તો તેની પાસેથી પૈસા લેવામાં નહીં આવે. મફતમાં બર્ગર ખવડાવશે. એટલું જ નહીં બર્ગર ખાનારાને બર્ગર બનાવવા માટે જેટલા પૈસા વપરાયા તે પણ આપવામાં આવશે. જો આ 24 કેરેટ ગોલ્ડનું બર્ગર ખાવું હોય તો લુધિયાણાના ‘બાબાજી બર્ગરવાળા’ સ્નેક્સ કોર્નરમાં તમારે જવું પડશે. નહીં તો તમે આ બર્ગરના સ્વાદનો અંદાજો આ વીડિયો જોઈને પણ લગાવી શકો છો. જેમાં બર્ગર બેસ રાખવાથી લઈને મેયો સોસથી ગાર્નિશિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા દર્શાવવામાં આવી છે.
પાલડી શિશુ ગૃહની બે બાળકીઓને મળ્યો નવો પરિવાર, પરિવારજનોમાં ખુશાલી