Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાંથી જુગાર રમતા 25 શખ્સો ઝડપાયા
ધ્રાંગધ્રા, રોઝવા, વઢવાણ, મુળચંદ રોડ અને સુરેન્દ્રનગરમાં દરોડા
- રોકડ સહિત 41,930નો મુદ્દામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે અલગ અલગ પાંચ જગ્યાએ દરોડા કર્યાં હતાં. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, રોઝવા, વઢવાણ અને મુળચંદ રોડ પર જુગાર રમતા કુલ 25 શખ્સોને કુલ રૂા.41,930ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઝીંઝુવાડા પોલીસે પાટડી તાલુકાના રોઝવા ગામે દરોડો કરી ઘોડીપાસાનો જુગાર રમતા નીકુભા ભગવાનસિંહ ઝાલા, દશરથસિંહ બાલુભા ઝાલા, નવુભા દાનસંગ ઝાલા અને છનુભા વીનુભા ઝાલાને રોકડા રૂા.10,270 સાથે ઝડપી લીધા હતાં.
વઢવાણ પોલીસે વઢવાણ પોલીસ લાઈન પાછળ જાહેરમાં ગુડદી પાસાનો જુગાર રમતા આકાશભાઈ ચંદુભાઈ રાણેવાડીયા, કાનાભાઈ ધારાભાઈ ગમારા અને સુનિલભાઈ વિઠ્ઠલભાઈ ભામાણીને રોકડા રૂા.1,770 સાથે ઝડપી લીધા હતાં.
જ્યારે સુરેન્દ્રનગર સિટી બી-ડિવિઝન પોલીસે મુળચંદ રોડ પર આવેલી હોટલના પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા કેવલભાઈ મહેન્દ્રભાઈ માંગડીયા, મહેન્દ્રભાઇ રામજીભાઈ માંગડીયા અને રાહુલભાઈ મહેન્દ્રભાઈ માંગડીયાને રોકડા રૂા.2,200 સાથે ઝડપી લીધા હતાં.
તેમજ સુરેન્દ્રનગર સિટી એ-ડિવિઝન પોલીસે શહેરની પાણીની ટાંકી પાસેથી જાહેરમાં જુગાર રમતા બલભદ્રસિંહ રતુભા ઝાલા, આશીફભાઈ ચાંદભાઈ વડગામા, ચેતનભાઈ હીરાભાઈ ભુસડીયા, મયુરસિંહ જગતસિંહ પરમાર અને શંકરભાઈ ગાંડાભાઈ સિંધવને રોકડા રૂા.16,280 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
તેમજ ધ્રાંગધ્રા સિટી પોલીસે પુનીતનગરમાં મકાનમાં જુગાર રમતા જયદીપભાઈ દિલીપભાઈ શેઠ, નિકુંજભાઈ કિરીટભાઈ પંચોલી, વિમલભાઇ વિનોદભાઈ પારેખ, કૃષ્ણવિજયસિંહ રઘુભા ઝાલા, પ્રતિકભાઈ હરેશભાઈ ડાભી, હિતેષભાઈ સુખાભાઈ ગોરવાડીયા, જેઠાભાઈ કાનજીભાઈ જેતપરીયા, રવિભાઈ કિશોરભાઈ બાંભા, પ્રિયજીતસિંહ જયેન્દ્રસિંહ રાણા અને ધર્મેન્દ્રસિંહ ભુપતસિંહ ઝાલાને રોકડા રૂા.11,650 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
WhatsAppમાં આવ્યું સ્ટેટસને લઇ વધુ એક ફીચર
ગુજરાત સમાચાર