Site icon સોહમ 24 ન્યુઝ

Muli – મુળી તાલુકામાં શરદી, ઉધરસ, ઝાડા અને ઉલટીના 500 કેસ, તાવથી બાળકીનું મોત

Muli – મુળી તાલુકામાં શરદી, ઉધરસ, ઝાડા અને ઉલટીના 500 કેસ, તાવથી બાળકીનું મોત

Google News Follow Us Link

મુળી તાલુકામાં કેટલાક સમયથી ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જાણે વાતાવરણ રોગચાળો લઇને આવ્યું હોય તેમ સમગ્ર મુળી તાલુકામાં રોગાચાળાએ માથું ઊંચક્યું છે. હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં 550થી વધારે દર્દીથી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો ઊભરાઇ રહી છે. મુળી સહિત સમગ્ર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી મોડી રાત્રે ઠંડી અને બપોરે તડકા સાથે વાદળછાયા વાતવરણનો અનુભવ કરી રહ્યા છે.

Bajana – બજાણા ગામે યુવાને એક આધેડને ઉપરાછપરી છરીના ઘા ઝીંક્યા, ઘરમાં જ લોહીનું ખાબોચિયું ભરાયું

જ્યારે આ વાતાવરણ રોગચાળો સાથે લઇ આવ્યું હોય તેમ બે ઋતુ વચ્ચે મુળી સરકારી દવાખાનામાં તેમજ ખાનગી હોસ્પિટલોમાં તાવ, શરદી-ઉધરસ, ઝાડા સહિતનાં રોજનાં અંદાજે 550થી વધારે લોકો સારવાર લેવા આવી રહ્યા છે. ત્યારે સોમવારે મુળી સરકારી દવાખાનામાં દિવ્ય ભાસ્કર દ્વારા ઓપીડી જોતા 200થી વધારે દર્દીએ સારવાર લીધી હતી. આથી હજુ પણ રોગચાળો વકરે તે પહેલા આરોગ્ય વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં દવા છંટકાવ સહિતની કામગીરી હાથ ધરાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. આ અંગે મુળી દવાખાના ડોક્ટર ધ્રુમન રામાવતે જણાવ્યું હતું કે મોટાભાગનાં વાયરલ ઇન્ફેક્શનનાં દર્દીઓ છે. આજે અંદાજે 200 જેટલા દર્દી વિવિધ સેવા લેવા માટે આવ્યા હતા.

મુળી તાલુકામાં રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે કમળો, તાવ સહિતના કેસો ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે ત્યારે મુળીનાં ખંપાળીયા ગામે રહેતા જેશાભાઇ વસવેલીયાની પુત્રી સંધ્યાને પ્રથમ તાવ આવ્યા બાદ સુરેન્દ્રનગર ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરાઇ હતી. જ્યાં સંધ્યાનું સારવાર દરમિયાન મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં ભયનું મોજું ફરી વળ્યું છે.

Ganesh Pandal – સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારા બાદ સાંપ્રદાયિક તણાવ, શું છે સમગ્ર મામલો અને સ્થાનિકો શું કહે છે?

દિવ્ય ભાસ્કર

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version