અલ્ટ્રા વિઝન એકેડેમીના 6 વિદ્યાર્થીઓ જેઈઈ મેઈનની પરીક્ષામાં
મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું
- અલ્ટ્રા વિઝન એકેડમીએ ફરી એક વખત મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
- જેઇઇ મેઈનની પરીક્ષા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ જગતમાં છેલ્લા ઘણા સમયથી વાલીઓના વિશ્વાસમાં ખરા અર્થમાં સાર્થક કરતી અલ્ટ્રા વિઝન એકેડમીએ ફરી એક વખત મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તાજેતરમાં લેવાયેલી જેઇઇ મેઈનની પરીક્ષા અલ્ટ્રાવિઝન સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાં અલ્ટ્રા વિઝન એકેડેમીના વિદ્યાર્થી કુશવાશ પૂર્વેન્દ્રસિંહ હિતેન્દ્રસિંહએ જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ઉપરાંત 6 વિદ્યાર્થીઓ એ ૯૦થી વધુ પર્સન્ટાઈલ રેન્ક મેળવીને પરિવારનું નામ રોશન કરીને શાળા પરિવારનું ગૌરવ વધારતા હર્ષની લાગણી ફેલાઇ છે.
-A.P : રોપોર્ટ