સુરેન્દ્રનગર શહેરનાં અદ્યતન બસ સ્ટેન્ડની કામગીરી આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ
- સુરેન્દ્રનગર શહેરનાં અદ્યતન બસ સ્ટેન્ડની કામગીરી આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ
સુરેન્દ્રનગરમાં કરોડોના ખર્ચે આકાર પામી રહેલ નવું બસ સ્ટેન્ડ આગામી જૂન જુલાઈ માસમાં પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરાઈ. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નવું બસ સ્ટેન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે જિલ્લા મથક એવા સુરેન્દ્રનગર ખાતે નવા બસ સ્ટેન્ડને કરોડોના ખર્ચે અદ્યતન બનાવવાની કામગીરી ચાલી રહી છે. હાલમાં આ બસ સ્ટેન્ડ સાથે કામ ચલાઉ બસ સ્ટેન્ડ પણ કાર્યરત છે. ત્યારે આ નવું અદ્યતન આકાર પામી રહેલ બસ સ્ટેન્ડમાં અનેકવિધ સુવિધાઓથી સુસજ્જ હોવાનું અને શક્યતા આગામી જૂન જુલાઈ માસમાં આ અદ્યતન બસ સ્ટેન્ડ ની કામગીરી પૂર્ણ થનાર હોવાનું એસ.ટી. સલાહકાર સમિતિના વનરાજીસિંહ રાણાએ જણાવ્યું છે.