સુરેન્દ્રનગરમાં શેરડીના રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહના ફંડમાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.
- સુરેન્દ્રનગરમાં રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો.
સુરેન્દ્રનગરમાં રસના જૈન વેપારીએ એક દિવસની આવક ધૈર્યરાજસિંહને અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. સુરેન્દ્રનગર
જિલ્લામાં કરણીસેના અને મહાકાલસેના દ્વારા ધૈર્યરાજસિંહને મદદ કરવાના ભાગરૂપે ફંડ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેરીજનોએ સહકાર આપતા હજારો લાખો રૂપિયાનું ફંડ એકત્રિત પણ કરવામાં આવ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જવાહર ચોકમાં વર્ષોથી શેરડી રસનો સ્ટોલ ધરાવતા જૈન વેપારી કાર્તિકભાઈ ભાવસારે પ્રેરણા લઈને ધૈર્યરાજસિંહને મદદરૂપ બનવાના ભાગરૂપે બોર્ડ લગાવીને શેરડીના રસના માધ્યમથી એક દિવસની આવક અર્પણ કરવાનો નિર્ણય લઈને અન્ય વેપારીઓને પ્રેરણા પૂરી પાડી છે.
સુરેન્દ્રનગર દાળમિલ રોડ ઉપર લોકોએ વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રનો લાભ લીધો