વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું
- સુરેન્દ્રનગર આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
- 14મી એપ્રિલે આંબેડકરજીની જંયતી નજીક આવી રહી છે.
- ઉજવણી અર્થે તાત્કાલિકપણે આ રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.
સુરેન્દ્રનગર આંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે ઉલ્લેખનીય છે કે 14મી એપ્રિલે આંબેડકરજીની જંયતી નજીક આવી રહી છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજયભાઈ પંડ્યાની સૂચનાથી આંબેડકર ચોક વિસ્તારમાં આવેલી આંબેડકરજીને પ્રતિમાનું રિનોવેશનનું કામ હાથ ધરવામાં આવ્યું હતું ખાસકારીને આજુબાજુના વિસ્તારોમાં જનાવરો આ આંબેડકરજીની પ્રતિમા ઉપર ન ચડે તે માટે ઓટલો બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તે હાલમાં પૂર્ણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, 14મી એપ્રિલે આંબેડકરજીની જન્મ જયંતી હોય ત્યારે તેની ઉજવણી અર્થે તાત્કાલિકપણે આ રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે ત્યાંના સ્થાનિક કોર્પોરેટર વિશાલ જાદવ સહિતના લોકોના અર્થાત પ્રયત્નના પગલે અને સુરેન્દ્રનગર જિલ્લા દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકાના ચીફ ઓફિસર સંજય પંડ્યાની સૂચનાથી હાલમાં સુરેન્દ્રનગરઆંબેડકર ચોક વિસ્તારમાં આવેલ આંબેડકરજીની પ્રતિમાનું રિનોવેશનનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. ત્યારે સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.