હળવદ: આગમાં સર્વસ્વ ગુમાવનાર દીકરીને લગ્નમાં ઘરવખરી અપાઇ
- વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આગની દુર્ઘટના સર્જાઈ હતી.
- સાત જેટલા ઝૂંપડા બળીને ખાખ
- ઝૂંપડામાં રહેલ તમામ ઘરવખરી નાશ પામી હતી.
હળવદ શહેર નજીક આવેલ જી.આઇ.ડી.સી.માં આવેલ 220 કે.વી. સબ સ્ટેશનની બાજુમાં આવેલ ઝૂપડપટ્ટીમાં 30 માર્ચના રોજ વીજ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આગની દુર્ઘટના સર્જાઈ હતી. આ આગની દુર્ઘટનામાં સાત જેટલા ઝૂંપડા બળીને ખાખ થઈ જવા પામ્યા હતા. આગની સાથે ઝૂંપડામાં રહેલ તમામ ઘરવખરી નાશ પામી હતી.
આથી આ ઝૂંપડાના શ્રમિક પરિવારો નોધારા બની ગયા હતા. ત્યારે વિસ્થાપિત બનેલા આ શ્રમિક પરિવારો ફરી મકાનમાં વસવાટ કરી શકે તે માટે તેમને સહાયરૂપ થવા વિવિધ સંસ્થાઓ આગળ આવી હતી. પણ એક ઝૂંપડામાં વસવાટ કરતા એક દીકરીના લગ્ન ગોઠવાયા હોવાથી એમણે જિંદગીભર ભેગી કરેલ બચત મૂડીમાંથી ખરીદેલ કરિયાવરનો બધો જ સામાન અને રોકડ રકમ ઝૂંપડામાં આગને કારણે સળગી ગયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગરના દુધરેજ ફાટક વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી
આ કરૂણ બાબત રોટરી ક્લબ ઓફ હળવદને ધ્યાને આવતા દીકરીને તમામ ઘરવખરી માટેનો જરૂરી એવો સામાન દીકરીએ જે કીધો એવો અને દીકરીને ગમે તેવો તેની પસંદગી મુજબ લઈ આપવામાં આવ્યો હતો. જેમાં પેટી પલંગ, તિજોરી, ટિપોઇ, ખુરશીઓ, ગાદલું, તકિયા, ઓશિકા, બાજોઠ વગેરે તેમજ રસોડાના વાસણનો સેટ આપવામાં આવેલ હતો. આ પ્રોજેક્ટનું અનુદાન જયદીપસિંહ વાઘેલા-સાણંદ તરફથી આપવામાં આવ્યું હતું.
વલસાડ શહેરના એક જવેલર્સ સંચાલકના શરીરે સ્ટીલની ચમચી અને ચલણી સિક્કા ચોટતા શહેરમાં કુતુહલ સર્જાયું