સુરત: ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરત પ્રથમ સ્થાને, કુલ 83 શહેરોમાં ડાયમંડ સીટી સૌથી મોખરે
ડેટા મેચ્યુરિટી અને એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. જેમા દેશભરના કુલ 83 શહેરો પૈકી સુરત સૌથી મોખરે છે.
- દેશના 83 શહેરોમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું
- ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને સ્થાન
- સર્વોચ્ચ 80ના સ્કોર સાથેસુરત પ્રથમ સ્થાન પર
ગુજરાતમાં હવે સુરતનું નામ સૌથી મૌખરે જોવા મળ્યું છે. માત્ર ગુજરાત જ નહી પરંતુ દેશના 83 શહેરો પૈકી સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે જે આ પણા માટે ગર્વની વાત કહી શકાય. ડેટા મેચ્યોરિટી એસસમેન્ટ ફ્રેમવર્કમાં સુરતને પ્રથમ સ્થાન મળ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આખા દેશમાં સુરત પ્રથમ સ્થાને
કેન્દ્ર દ્વારા સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમા આખા દેશમાં સુરતે પ્રથમ સ્થાન મેળવ્યું છે. ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમ વર્કમાં સુરત પ્રથમ સ્થાને છે. ટેક્નોલોજી, પોલિસી, પરિણામો અને રણનીતિના ડેટા મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમના સુરત સૌથી મોખરે આવ્યું છે.
Waheeda Rehman B’Day Special: જાણો વહીદા રહેમાનના જન્મદિવસે બોલિવૂડની સફર કેવી રહી
સર્વોચ્ચ 80ના સ્કોર સાથે સુરત પ્રથમ
ઉલ્લેખનીય છે કે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અરબ્ન એફેર્સ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમા સુરત સૌથી આગળ જોવા મળ્યું છે. દેશભરના કુલ 83 શહેરોમાંથી સુરત સૌથી મોખરે છે જેમા સર્વોચ્ચ 80ના સ્કોર સાથે તે પ્રથમ સ્થાને આવ્યું છે. સ્માર્ટ શહેરોને ડેટા સ્માર્ટ બનાવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવાંમાં આવી રહ્યા છે. જેમા સુરત હાલ સૌથી મોખરે જોવા મળ્યું છે.
ધંધૂકા મર્ડર કેસ : ‘કિશન ભરવાડ હત્યા કેસમાં પાકિસ્તાન સાથેનું કોઈ જોડાણ નહીં’ – ગુજરાત ATS