હરીનગરમાં ઘરેલુ હિંસાનો કેસ પાછો ખેંચી લેવા પતિએ
પત્ની ઉપર દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી
- ઘરેલુ હિંસાની થાનગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
થાનગઢ હરીનગરમાં રહેતા મિનલબેન દોશીએ તેમના પતિ સામે પિયુષભાઈ દોશી સામે ઘરેલુ હિંસાની થાનગઢ પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ મિનલબેન અને પતિ પિયુષભાઈ વચ્ચે પાંચ વર્ષથી મનદુઃખ હોય જેના કારણે થાનગઢ કોર્ટમાં ઘરેલુ હિંસા મુજબનો કેસ કરેલ હોય જે કેસ પાછો ખેંચી લેવા બાબતે દબાણ કરી ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પત્નીએ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર જયેશકુમાર પટેલ ચલાવી રહ્યા છે.
-A.P : રોપોર્ટ