સુરસાગર ડેરી દ્વારા પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦ નો વધારો કરાશે

Photo of author

By SOHAM 24 NEWS

સુરસાગર ડેરી દ્વારા પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦ નો વધારો કરાશે

દૂધ ઉત્પાદકોને દર મહિને રૂ.૧.૨૫ કરોડ વધારે ચૂકવવાની જાહેરાત થતા લોકોમાં ખુશી જોવા મળી

  • ૭૩૦ જેટલી દૂધ મંડળીઓ દ્વારા દૈનિક ૭ લાખ લીટર દૂધ એકત્રીત કરવામાં આવે છે.
  • ૧.૨૫ લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે.
સુરસાગર ડેરી દ્વારા પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦ નો વધારો કરાશે
સુરસાગર ડેરી દ્વારા પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦ નો વધારો કરાશે

સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંધ લી. સુરસાગર ડેરી દ્વારા જિલ્લામાં ૭૩૦ જેટલી દૂધ મંડળીઓ દ્વારા દૈનિક ૭ લાખ લીટર દૂધ એકત્રીત કરવામાં આવે છે. દૂધ સંધ સાથે ૧.૨૫ લાખ જેટલા દૂધ ઉત્પાદકો જોડાયેલા છે. આ દૂધ ઉત્પાદકોને તેમના દ્વારા ઉત્પાદિત થતાં દૂધના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે દૂધ સંધના ચેરમેન બાબાભાઈ ભરવાડ તથા સંચાલક મંડળના સભ્યો દ્વારા સતત ચિંતા કરવામાં આવે છે. જેના ભાગરૂપે તા. ૧૧/૦૩/૨૦૨૧ થી દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કીલો ફેટ દીઠ રૂ.૧૦/- નો વધારો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જેનાથી દૂધ ઉત્પાદકોને દર મહિને રૂ.૧.૨૫ કરોડ વધારે ચૂકવવાની જાહેરાત થતા લોકોમાં ખુશી જોવા મળી છે.

વધુ સમાચાર માટે…

-A.P : રોપોર્ટ