આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે “કિશોરી કુશળ બનો” થીમ કાર્યક્રમ યોજાયો

Photo of author

By rohitbhai parmar

International Day of the Girl Child – આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે “કિશોરી કુશળ બનો” થીમ કાર્યક્રમ યોજાયો

“કિશોરી કુશળ બનો” થીમ કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે "કિશોરી કુશળ બનો" થીમ કાર્યક્રમ યોજાયો

  • આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કલેકટર કચેરી સભાખંડ ખાતે “કિશોરી કુશળ બનો” થીમ પર કાર્યક્રમ યોજાયો

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરેન્દ્રનગર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત “કિશોરી કુશળ બનો” થીમ પર કલેકટર કચેરી સભાખંડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે "કિશોરી કુશળ બનો" થીમ કાર્યક્રમ યોજાયોકાર્યક્રમમાં કલેકટરશ્રી કે.સી.સંપટ દ્વારા દીકરીઓને આરોગ્ય અને શિક્ષણ વિષય સંદર્ભે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રકાશ મકવાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેનશ્રી આર.આર.ઝીંબા દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ ઉદ્દબોધન કરવામાં આવ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે "કિશોરી કુશળ બનો" થીમ કાર્યક્રમ યોજાયોઆ અવસરે રમત ગમત, કરાટે, સર્જનાત્મક કામગીરી, ભરતનાટયમ, સંગીત વગેરે ક્ષેત્રોમાં જિલ્લાકક્ષાએ તેમજ રાજયકક્ષાએ સિધ્ધિઓ મેળવેલ કિશોરીઓને મહાનુભાવોના વરદહસ્તે બેગ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વ્હાલી દીકરી યોજના લાભાર્થીઓને મંજુરી હુકમ, દિકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

વિશેષમાં રાજયકક્ષાએથી દીકરીઓ સાથે વિડિયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી પૂજાબેન ડોડિયા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં રમત ગમત અધિકારીશ્રી ભરતસિંહ ગોહીલ સહિત મહિલા અને બાળ અધિકારી કચેરીના કર્મચારીઓ તથા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link