Non-residential training – નવેમ્બર-2022માં યોજાયેલ આર્મી ભરતી રેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન
નવેમ્બર-2022માં યોજાયેલ આર્મી ભરતી રેલીમાં એડમિટ કાર્ડ મેળવેલ ઉમેદવારો માટે બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન
- બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન
- નવેમ્બર-2022માં રાજકોટ ખાતે આર્મી ભરતી રેલી યોજાઈ
સુરેન્દ્રનગર રોજગાર અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર વાંચ્છુક ઉમેદવારો માટે નવેમ્બર-2022માં રાજકોટ ખાતે આર્મી ભરતી રેલી યોજાઈ હતી. જે અંતર્ગત આર્મી રિક્રુટીંગ ઓફીસ દ્વારા એડમિટ કાર્ડ મેળવેલા તમામ ટ્રેડના ઉમેદવારો માટે લેખિત કસોટી પૂર્વેની તૈયારી માટે બિન નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવનાર છે.
આ તાલીમ વર્ગનો સમયગાળો 15 દિવસનો રહેશે. જેમાં વિષય તજજ્ઞો દ્વારા લેખિત કસોટીના અભ્યાસક્રમ મુજબ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છતા ઉમેદવારોએ રોજગાર નોંધણી કાર્ડની નકલ, એડમિટ કાર્ડની નકલ, બે પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે તારીખ 26-12-2022 સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે.
વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી-સુરેન્દ્રનગર તેમજ કચેરીના કોલ સેન્ટર નંબર 63-57-390-390 પર સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ વકીલ મંડળની ચૂંટણીના મતદાન બાદ પરિણામ જાહેર