- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારવઢવાણ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

વઢવાણ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

- Advertisement -

વઢવાણ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

વઢવાણ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

Google News Follow Us Link

વઢવાણ ખાતે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

5 સપ્ટેમ્બરે પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ ખાતે કેબિનેટ વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ નિર્ણયો લીધા છે જેના પરિણામે આજે શિક્ષણ આંગળીના ટેરવે ઉપલબ્ધ બન્યું છે. આજે છેવાડાના વિસ્તારમાં બાળકોને કમ્પ્યુટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે છે.

ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ: 200 બાળકે માટી, પસ્તી, નાળિયેર, કાપડમાંથી મૂર્તિઓ બનાવી

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષકનું સમાજમાં અદકેરુ સ્થાન છે કારણ કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં શિક્ષકનો અમૂલ્ય ફાળો હોય છે. શિક્ષકના આ અમૂલ્ય પ્રદાનને લીધે શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને શિક્ષક દિને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આવા કાર્યક્રમો થકી સન્માનિત શિક્ષક અન્ય માટે પ્રેરણારૂપ બને છે.

સન્માનિત શિક્ષકોને શુભેચ્છા પાઠવી

કોઈપણ દેશ કે રાજ્યની પ્રગતિ શિક્ષણ વિના ન થઈ શકે તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજના યુગમાં શિક્ષણ અનિવાર્ય બાબત છે. આ શિક્ષણ પીરસતા શિક્ષકોને સન્માનિત કરીને રાજ્ય સરકાર શિક્ષકોના ઉમદા કાર્યને ઉજાગર કરી રહી છે.

73મો વન મહોત્સવ: 19 વર્ષ પહેલાં પ્રતિ હેક્ટર 14 વૃક્ષ હતાં, આજે 25 છે; કેબિનેટ મંત્રી

વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે આજે શિક્ષણ ક્ષેત્રે નવી નીતિઓ ઘડવામાં આવી રહી છે આ શિક્ષણનીતિમાં તમામ પાસાઓને આવરી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ તકે મંત્રીશ્રીએ સન્માનિત શિક્ષકોને શુભેચ્છા પાઠવી આગામી સમયમાં ઝાલાવાડના શિક્ષકો રાજ્ય અને દેશનું નામ રોશન કરે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખશ્રી વિરેન્દ્રભાઈ આચાર્ય અને જિલ્લા કલેકટરશ્રી કે.સી. સંપટે પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

તરણેતરીયો મેળો, મેળો મારો રંગીલો: આવતીકાલથી પાંચાળના વિશ્વપ્રસિધ્ધ ભાતીગળ લોકમેળાનો પ્રારંભ

આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના 2 અને તાલુકા કક્ષાના 3 શિક્ષકોને મંત્રીશ્રી તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે રોકડ

પુરસ્કાર અને સન્માન પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી કે. એન. બારોટે સ્વાગત પ્રવચન કર્યું હતું અને શ્રી પ્રકાશ પંડ્યાએ આભાર વિધિ કરી હતી.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ મુંજપરા, અગ્રણીશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ

પટેલ, મહેન્દ્રભાઈ પટેલ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મિતાબેન ગઢવી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના

પ્રાચાર્યશ્રી સી. ટી. ટુંડિયા સહિત મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ જતાં નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

Tagorebagh – સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા

Tagorebagh - સુરેન્દ્રનગરમાં ટાગોરબાગ મુખ્ય માર્ગ પર પાલિકા સંચાલિત શૌચાલયને ખંભાતી તાળા Google News Follow Us Link સુરેન્દ્રનગર શહેરમાં આજુબાજુના તાલુકાઓ અને ગામોમાંથી રોજના હજારો લોકો ખરીદી કરવા આવતા હોય છે. તેમની સુવિધાઓ માટે મેઇન રોડ પર જાહેર શૌચાલયો બનાવાયા છે. પરંતુ તેને ખંભાતીતાળા જોવા મળ્યા હતા. ટાગોર બાગ રોડ ઉપર તંત્ર દ્વારા નવી પાલિકા બજાર બનાવીને શહેરની લારીઓ ત્યાં મોકલી દેવાતા હવે એ રસ્તો ધમધમતો...