વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાશે
વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને સાયલા ખાતે જિલ્લા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહ કાર્યક્રમ યોજાશે
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિતે 2 ઓકટોબર થી 8 ઓકટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ સુરેન્દ્રનગર, ક્ષેત્રીય વન વિભાગ, સુરેન્દ્રનગર તથા ઘુડખર અભયારણ્ય ધ્રાંગધ્રાના સયુંકત ઉપક્રમે વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને 7 ઓકટોબરના રોજ APMC, સાયલા ખાતે બપોરે 3:30 કલાકે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરષોતમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી બબુબેન પાંચાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગર શ્રી નિકુંજસિંહ પરમાર તથા નાયબ વન સંરક્ષક ધ્રાંગધ્રા શ્રી ધવલકુમાર ગઢવી દ્વારા આ કાર્યક્રમમાં પ્રકૃતિપ્રેમી લોકોને પધારવા તથા વન્યજીવ સંરક્ષણ તથા સંવર્ધન ક્ષેત્રે સહભાગી થવા નિમંત્રણ આપવામાં આવ્યું છે.
વસ્તડી ભવાનીધામ ખાતે સમસ્ત રાજપૂત સમાજના 25 હજારથી વધુ પ્રતિનિધિઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.