થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ
- થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ.
- ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી.
- થાનગઢ આઝાદ ચોકમાં ફટાકડા ફોડીને યુવાનોએ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
થાનગઢ ખાતે રાત્રીના સમયે બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી નિમિત્તે વિશાળ બાઇક રેલી યોજાઇ. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરજીની 130 મી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો.
તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફૂલહાર કરીને જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી. તેમજ યુવાનો દ્વારા રાત્રિના સમયે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઈક રેલીનું આયોજન સુરેન્દ્રનગર થાનગઢ તાલુકાના આંબેડકર હોલથી થઇને રેલી યોજવામાં આવી હતી. જેમાં થાનગઢ આઝાદ ચોકમાં ફટાકડા ફોડીને
યુવાનોએ બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.
સુરેન્દ્રનગર વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસેથી બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાઈ