CRPFમાંથી નિવૃત્તિ બાદ વતન લખતરમાં પરત ફરતા જવાનનું પરિવાર અને ગ્રામજનો દ્વારા સ્વાગત
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરના વણકરવાસ ખાતે રહેતા કાનજીભાઈ નાથાભાઈ જાદવ દેશની સુરક્ષા કાજે સીઆરપીએફ જોડાયા હતા અને ફરજ દરમિયાન તેઓ આસામ, હિમાચલ પ્રદેશ, કાશ્મીર, અરુણાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં વીરતાપૂર્વક ફરજ બજાવી હતી.
SURENDRANAGAR- સુરેન્દ્રનગરના 60 ફૂટ રોડની બાજુમાં જ ગંદા પાણીથી લોકો ત્રસ્ત
જેઓએ અનેક પડકારો સાથે 20 વર્ષ સુધી વીરતાપૂર્વક પોતાની ફરજ બજાવ્યા બાદ 20 વર્ષ દેશની સેવા કર્યા બાદ વય મર્યાદાના કારણે હેડ કોન્સ્ટેબલ સીઆરપીએફમાંથી નિવૃત્ત થઈ માદરે વતન લખતર પરત ફરતા લખતર શહેર ખાતે તેમનું ભવ્ય સ્વાગત સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સ્વાગત સમારોહમાં સર્વ પ્રથમ લખતર બસ સ્ટેન્ડ નજીક આવેલ ડૉ.બાબા સાહેબ આંબેકરજીના સ્ટેચ્યૂને નિવૃત્ત જવાન દ્વારા સલામી આપવામાં આવી હતી. ત્યાર બાદ શહેરમાં શિયાણી દરવાજાથી દેશ ભક્તિનાં ગીત સાથે સ્વાગત યાત્રા શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. જે સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં શહેરીજનો જાડાયા હતા.
PGVCL ELECTRICITY RAIDS – ધ્રાંગધ્રા શહેરી વિસ્તારના 333 કનેક્શન ચેક કરાયા