Site icon સોહમ 24 ન્યુઝ

Meeting – સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને નવા નિમણૂક થયેલા રેલવે કમિટી મેમ્બર સાથે મીટીંગ યોજાઇ

Meeting – સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને નવા નિમણૂક થયેલા રેલવે કમિટી મેમ્બર સાથે મીટીંગ યોજાઇ

Google News Follow Us Link

સુરેન્દ્રનગર રાજકોટ ડિવિઝન ACM એ.સી.એમ. શ્રી દેવેન્દ્ર મેશ્રમના અધ્યક્ષ સ્થાને સુરેન્દ્રનગર રેલવે કમિટી મેમ્બર સાથે બેઠક યોજાઈ. આ મિટિંગમાં મેમ્બરો દ્વારા રેલ્વે પેસેન્જરને પડતી મુશ્કેલીઓ ના પ્રશ્નો ની રજૂઆત કરવામાં આવેલ. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનમાં એક પણ બેંકનું ATM એટીએમ સુવિધાથી પેસેન્જર વંચિત છે તો મુકવા બાબતે ચર્ચા કરવામાં આવી.

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન જવા આવવા માટેનું એક જ માર્ગ છે અગમ્ય કારણસર રસ્તો થોડા સમય માટે બંધ રહે ત્યારે પેસેન્જરને જવા આવવા માટે કોઈ વિકલ્પ નથી તો તે માટે રેલ્વે સ્ટેશન સુધી જવા આવવા માટેનો બીજો રસ્તો મંજુર કરવો. રેલવે મુસાફરને બહારથી સ્ટેશન લિફ્ટ સુધી પહોંચવા માટેનો માર્ગ છે પણ બેનર તથા બોર્ડ લગાવેલ નથી. રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગના રૂપિયા 30 છે તેમાં ઓછા નિયત દરે રાખવા બાબતે ચર્ચા કરવામાં આવી.

આ ઉપરાંત પેસેન્જર બીજા પ્લેટફોર્મ ટ્રોલી લઈને જાય ત્યારે ત્યાં ટ્રોલી પરત સ્થળે પહોંચાડવા માટે કુલીની સગવડ, ગેટ સ્ટેશન પર પેસેન્જરની સુરક્ષા માટે પોલીસ ચોકી બનાવવા બાબત વગેરે પ્રશ્નોની રજૂઆત કરવામાં આવેલ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ રેલવે કમિટીના મેમ્બર શ્રી હેમલભાઈ શાહ, અશોકભાઈ રાઠોડ, કુણાલભાઈ રાવલ, વિશાલભાઈ મહેતા, નિલેશભાઈ ડગલી, રાજેન્દ્રસિંહ રાણા તથા રાજકોટ ડિવિઝનના એ.સી.એમ શ્રી દેવેન્દ્ર મેશ્રમ. રાજકોટ ડિવિઝનના સી.એમ.આઇ. શ્રી મદનલાલ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન મેનેજર કમલેશભાઈ પરમાર. સુરેન્દ્રનગર સીએમઆઇ ભરતભાઇ સિંધલ વગેરે રેલવે સ્ટાફ ઉપસ્થિત રહેલ.

જરૂરિયાતમંદ વિધવા મહિલાઓને અનાજ કીટનું વિતરણ કરાયું.

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version