રેલવે સ્ટેશનમાં લથડીયા ખાતી હાલતમાં ઝડપાયેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- રેલવે સ્ટેશનમાં લથડીયા ખાતી હાલતમાં ઝડપાયેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ
- સુરેન્દ્રનગર રેલવે પોલીસ વિભાગ દ્વારા ધાંગધ્રાના એક ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે
રેલવે સ્ટેશનમાં લથડીયા ખાતી હાલતમાં ઝડપાયેલ ઇસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ. સુરેન્દ્રનગર રેલવે પોલીસ વિભાગ દ્વારા ધાંગધ્રાના એક ઈસમ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં ધાંગધ્રા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર એક ઈસમ લથડીયા ખાતી હાલતમાં પોલીસના હાથે ઝડપાઇ જતાં પોલીસે તપાસ કરતા ઈસમે ગુજરાત રાજ્ય પ્રોહીબીશન એરિયામાં વગર પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં પકડાઈ જતા સુરેન્દ્રનગર રેલવે પોલીસ વિભાગમાં ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની પોલીસ કર્મચારી ભરતસિંહ સોલંકીએ ધાંગધ્રા રેલ્વે સ્ટેશન લાતી પ્લોટમાં રહેતા ચંદુજી શિવાજી મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ બનાવની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મહાદેવભાઇ ચલાવી રહ્યા છે.
સુરેન્દ્રનગર લક્ષ્મીપરામાં બાકી પૈસા બાબતે માથાકૂટ છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી