સુરેન્દ્રનગર વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ બાઇક ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઇ
- વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાયું.
- બજરંગ એગ્રો પાસે પાર્ક કરીને મૂક્યું હતું.
- 15,000નું મોટર સાયકલ ચોરી

વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાયું. વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં પાર્ક કરેલ મોટર સાયકલ ચોરાયાની બી ડિવિઝન પોલીસ મથકે 12 જૂનના રોજ સાંજના સમયે ફરિયાદ નોંધાઇ છે.
સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વરઘોડિયાઓએ લોક ઉપયોગી પ્રેરણા પૂરી પાડી
આ બનાવની પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ ધોળીધજા ડેમ પાસે આવેલ પાણીની ટાંકી પાસે રહેતા ખેડૂત દિલીપભાઈ ભુપતભાઈ કોડિયાએ મોટર સાયકલ બજરંગ એગ્રો પાસે પાર્ક કરીને મૂક્યું હતું. તે દરમિયાન કોઇ અજાણ્યો ઈસમ રૂપિયા 15,000નું મોટર સાયકલ ચોરી કરીને લઇ ગયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ બનાવની વધુ તપાસ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ રાણા ચલાવી રહ્યા છે.