સુરેન્દ્રનગરમાં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો
- સુરેન્દ્રનગર જિલ્લામા 1675 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા
- એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે
- હાલમાં હોમ આઈસોલેશન હેઠળ રાખવામા આવેલો છે.
સુરેન્દ્રનગર જિલ્લામા 1675 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે જેને હાલમાં હોમ આઈસોલેશન હેઠળ રાખવામા આવેલો છે.
Taarak Mehta…ગોકુલધામમાં થશે પોપટલાલની દુલ્હનિયાની એન્ટ્રી!, આ સુંદર યુવતી થઈ ફિદા અને હવે પછી…
સુરેન્દ્રનગર જિલ્લામા 1586 જેટલા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને 89 એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા કુલ 1675 ટેસ્ટ કરવામા આવ્યા હતા જેમાં સુરેન્દ્રનગર શહેરમાંથી એક વ્યકિતનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે ઓર્થોપેડીક વિભાગમાં સારવાર ચાલતી હોવાથી અને ઓપરેશન કરવાનું હોવાથી આ દર્દીના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે ઘરના અન્ય સભ્યોનો રીપોર્ટ નોર્મલ હોવાનું તેમજ દર્દીને સીસ્ટમ્સ ન હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે હાલ આ દર્દી હોમ આઈસોલેશન હેઠળ છે.
શનિવાર સાંજના 4 વાગ્યા સુધીમાં 4669 વ્યકિતને રસી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં જિલ્લામાં 23,73,547 ડોજનું રસીકરણ થયુ હોવાનું જાણવા મળેલ છે.
દેવ પગલીના ‘ચાંદવાલા મુખડા’ એ તોડ્યા તમામ રેકોર્ડ, બોલિવુડના બાદશાહને પણ પછાડી દીધા