Anindra Vidyalaya – અણીન્દ્રા વિદ્યાલયમાં ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
એમ.આર.ગાર્ડી વિદ્યાલય – અણીન્દ્રા મુકામે શાળાના આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ વિશેષ દિન તરીકે મુખ્ય થિમ ‘ચાલો શીખીયે’ અંતર્ગત કાર્યક્રમનું શાળાના કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ ઝીંઝુવાડીયા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ દ્વારા રચિત ‘નામું અમારું પ્રિય’ કાવ્યનું શાળાના સિનિયર શિક્ષક શ્રી બી.આર.કલાડિયા દ્વારા વિમોચન કરાવવામાં આવ્યું હતું.
વિશેષ દિનની ઉજવણીમાં ધોરણ-11 કોમર્સના ભાઈઓ બહેનોએ ભાગ લિધો હતો. આ કાર્યક્રમમાં શાળાની વિદ્યાર્થિની બહેન લખતરીયા દિવ્યાબહેન દ્વારા કાવ્ય ગાન કરી કાવ્યને રજૂ કરેલ હતું. વાણિજ્ય જેવા વિષયમાં અભ્યાસના મુદ્દાઓને યાદ રાખવાની જુદી-જુદી પદ્ધતિઓ અંગે કોમર્સ શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ દ્વારા સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ વિષયને ગમતો બનાવે તેમાં રસ કેળવે તે અંગેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ચંદ્રેશભાઇ ઝીંઝુવાડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.
Widow Mata Bhojnalaya – નિર્ધાર દ્વારા વિધવા માતા ભોજનાલયનો શુભારંભ કરાયો.