Site icon સોહમ 24 ન્યુઝ

સુરેન્દ્રનગરના પાટડી ખાતે જાતિય સતામણી વિષય પર સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગરના પાટડી ખાતે જાતિય સતામણી વિષય પર સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગરના પાટડી ખાતે જાતિય સતામણી વિષય પર સેમિનાર યોજાયો

સુરેન્દ્રનગર મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તાજેતરમા પાટડી નગરપાલિકા ખાતે જાતિય સતામણી

સેમિનારનું આયોજન કરવામા આવ્યુ હતુ, જેમાં સુરેન્દ્રનગર દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી પૂજાબેન આર.

ડોડિયા દ્વારા તમામ લાભાર્થી મહિલાઓને જાતિય સતામણી અધિનિયમ-૨૦૧૩ અંતર્ગત માહિતી આપવામા આવી હતી.

ઉપરાંત સુરેન્દ્રનગર મહિલા અને બાળ વિભાગના ફિલ્ડ ઓફિસરશ્રી આશાબેન વી. દેસાઈ દ્વારા મહિલાઓને લગત વ્હાલી દિકરી યોજના, મહિલા સ્વાવલંબન યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, બેટી બચાઓ-બેટી પઢાઓ યોજના અંતર્ગત ઉપસ્થિત મહિલાઓને યોજનાકીય માહિતી તેમજ પાટડીના સુપ્રિટેન્ડેન્ટશ્રી એન. સી. મકવાણા દ્વારા મહિલાઓને કાયદાકીય જોગવાઈ અને તેના ઉપયોગ વિશેની વિસ્તૃત માહિતી આપવામા આવી હતી. આ સેમિનાર દરમિયાન હાજર રહેલ તમામ મહિલાઓને કિટનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

પ્રસંગે જ્ઞાનદીપ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર- પાટડીના રમીલાબેન મકવાણા, કામિનીબેન પ્રજાપતિ અને

ગીતાબેન વર્ષાણી સહિત બહોળી સંખ્યામાં લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગંગા સ્વરૂપા સહાય યોજના હેઠળ ૧૭૧૫૪ લાભાર્થીઓએ લાભ લીધો

 

Exit mobile version