વઢવાણ સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી
- સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી.
- કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ડેથ સર્ટિફિકેટ
- પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળા પ્રમાણપત્ર
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકામાં સામાજિક કાર્યકરે આશ્ચર્યચકિત કરતી રજૂઆત કરી. સુરેન્દ્રનગર-દુધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં લોકોને આશ્ચર્યમાં મૂકી દે તેવી રજૂઆત થવા પામી છે. આ રજૂઆતમાં સામાજિક કાર્યકર સુનિલભાઈ રાઠોડે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા લોકોના સ્વજનોના ડેથ સર્ટિફિકેટ આપવામાં આવે છે.
તેમાં પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળા પ્રમાણપત્ર આપવાની રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, દેશભરમાં કેટલાય પરિવારો પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે સરકાર દ્વારા અપાતી સહાય પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળી કીટ અને સાહિત્ય સામગ્રી આપવામાં આવે છે.
તો પછી અવસાન પામનાર પરિવારને પણ આપવાના ડેથ સર્ટિફિકેટ પર પ્રધાન મંત્રી અને મુખ્યમંત્રીના ફોટા વાળુ પ્રમાણપત્ર આપવામાં આવે તેવી આશ્ચર્યચકિત કરી દે તેવી અનોખી રજૂઆત થવા પામી છે.