Site icon સોહમ 24 ન્યુઝ

Dhrupad Gayak Doctor – સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને મુખ્ય સંયોજક તરીકે જાણીતા દ્રુપદ ગાયક ડોક્ટરની વરણી કરવામાં આવી

Dhrupad Gayak Doctor – સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને મુખ્ય સંયોજક તરીકે જાણીતા દ્રુપદ ગાયક ડોક્ટરની વરણી કરવામાં આવી

Google News Follow Us Link

સ્વામિનારાયણ મંદિર વડતાલ ખાતે બે દિવસીય રાજ્ય સ્તરીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 15 અને 16 જુલાઇના રોજ સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંતની બે દિવસ એક કાર્ય બોધ શાળા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના 34 જિલ્લાના પ્રતિનિધિઓ અને વિદ્યા સંયોજકો એ હાજરી આપી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રમુખ અને મુખ્ય સંયોજક તરીકે જાણીતા દ્રુપદ ગાયક ડોક્ટર ભગવતી પ્રસાદ ગમારાની આ તકે વરણી કરવામાં આવી.

સંસ્કાર ભારતી સંગીત વિદ્યા સંયોજક જ્યોતીન્દ્ર પંચોલી નૃત્ય વિદ્યા સંયોજક કિંજલબેન દવે ભુ અલંકરણ સંયોજક ઉષાબેન મહેતા તેમજ વિદ્યાસયોજક તરીકે પ્રતાપ દાનજી ગઢવીએ હાજરી આપી હતી. રાજ્યના છેવાડાના લોકો સુધી સંસ્કાર ભારતી અને કલાકારો અને કલમ બાજો થકી સમાજના દરેક સ્તરે સંસ્કારનું સિંચન અને વહન થઈ શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું.

સંસ્કાર ભારતીએ રંગમંચ લલિત કલા અને સાહિત્ય સમર્પિત અખિલ ભારતીય સંસ્થા છે જે દેશની એકતા અખંડિતતા ભાવના જનજન સુધી પહોંચાડવા સાથે ઉત્તમ ઉદ્દેશની ઉજાગર કરવાનું અભિયાન કરવામાં આવી રહ્યું છે

Gyan Sahayak Bharti – જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET, TATના ઉમેદવારોની કાયમી ભરતી

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version