Site icon સોહમ 24 ન્યુઝ

વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ

વઢવાણ સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ

સુરેન્દ્રનગરમાં અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. રસીકરણ જાગૃતિ અભિયાન હાથ ધરવાની માંગ કરાઈ. સુરેન્દ્રનગરમાં કોરોના રસીની ગંભીરતાને ધ્યાને લઇને સઘન અભિયાન હાથ ધરવા માંગ ઉઠવા પામી છે.

ત્યારે આ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા લોક જાગૃતિ માટે રસીકરણ જાગૃતિ અભિયાન શરૂ કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને ઉદ્દેશીને સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ અધિક કલેકટરને રૂબરૂ મળી આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

વઢવાણ સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારમાં ઉકાળા વિતરણનું આયોજન કરાતા 500થી વધુ લોકોએ ઉકાળાનું સેવન કર્યુ

જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સામે બચવા એક માત્ર ઉપાય રસીકરણ હોવા છતાં હજુ પણ કેટલાક લોકો રસી લેવા બાબતે ઉદાસીનતા અને બેદરકાર જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં જો ત્રીજી લહેરા આવશે તો તે પહેલા કોરોનાની રસીકરણ અભિયાનને વધુ વેગવંતુ અને તેજ બનાવવાની માંગ ઉઠવા પામી છે.

આમ જનતાના હિતને ધ્યાને રાખી જનતામાં ફેલાયેલો ગેરસમજ અને અફવાઓ દૂર કરીને સો ટકા રસીકરણ કરવામાં આવે તે જરૂરી ઉપાય કરવાની માંગ રજૂઆતના અંતે કરવામાં આવી છે.

વઢવાણ સુરેન્દ્રનગર આરોગ્ય અધિકારીએ લોકોના સાથસહકારથી કોરોના ઉપર વિજય મેળવવાનો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો

વધુ સમાચાર માટે…

Exit mobile version