સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ

Photo of author

By SOHAM 24 NEWS

સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

  • સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
  • પ્રવેશ ફોર્મ અને પ્રવેશ પરીક્ષા માટે કોઈ ફી ભરવાની થતી નથી.
સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે
સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણીમાં વધારો થાય અને ગુણવત્તાયુક્ત શિક્ષણની સાથે કન્યાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે રાજય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયો (કે.જી.બી.વી.) કાર્યરત છે. રાજ્યના સમગ્ર શિક્ષા ગર્લ્સ એજ્યુકેશન વિભાગ સંચાલિત આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રહીને દિકરીઓ ભણી શકે તેવા બહુહેતુક ઉદ્દેશ સાથે કાર્યરત આ કે.જી.બી.વી.માં વિનામૂલ્યે રહેવા-જમવાની સાથે શિક્ષણની અદ્યતન સુવિધાઓ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્માર્ટ કલાસરૂમ, વિજ્ઞાન અને કોમ્પ્યુટર લેબ, સમયાંતરે એકસપોઝર વિઝીટ, નિયમિત આરોગ્ય તપાસ, સ્વ-રક્ષણની તાલીમ, વ્યવસાયલક્ષી, પોષણ અને આરોગ્યલક્ષી તાલીમ, આધુનિક શિક્ષણ પધ્ધતિ સાથે મૂલ્ય ઘડતર અને વાલી મીટીંગ સહિતના કન્યાઓના સર્વાંગી વિકાસ માટેના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લાના સામાજિક-આર્થિક રીતે પછાત વિસ્તારોની બાલિકાઓ રાજ્ય સરકારની આ કે.જી.બી.વી. માં રહીને અભ્યાસ કરી શકે તે માટે રાજ્ય સરકાર ના ૧૦૦ ટકા ભંડોળમાંથી કાર્યરત જિલ્લાના ચોટીલા તાલુકાના ખેરાણા, થાનગઢ તાલુકાના નળખંભા, ચુડા તાલુકાના ખાંડિયા અને સાયલા તાલુકાના ટીંટોડા ગામ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય આવેલા છે. આ વિદ્યાલયમાં ૨૦૨૧-૨૨ ના વર્ષથી કન્યાઓનું નામાંકન ૧૦૦ ટકા મેરીટ બેઝ કરવાનું થાય છે. જેના માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એક પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ કે.જી.બી.વી.માં પ્રવેશ મેળવવા ઈચ્છતી ધોરણ ૬ થી ૮ ની વિદ્યાર્થીનીઓ તારીખ ૧૮ મી માર્ચ-૨૦૨૧ સુધીમાં www.sebexam.org વેબસાઈટ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. આ પ્રવેશ પરીક્ષાની પદ્ધતિ બહુવિકલ્પ પ્રકારની રહેશે. પ્રવેશ પરીક્ષાનો અભ્યાસક્રમ આગળના ધોરણનો રહેશે. પ્રવેશ ફોર્મ અને પ્રવેશ પરીક્ષા માટે કોઈ ફી ભરવાની થતી નથી. આ પરિક્ષામાં ઓછામાં ઓછા ૫૦ ટકા ગુણ મેળવનાર જ પ્રવેશને પાત્ર થશે. આ કે.જી.બી.વી.માં મેરીટના આધારે પ્રવેશ આપવામા આવશે તથા વધુ માહિતી માટે સમગ્ર શિક્ષા કચેરી, સુરેન્દ્રનગરના ફોન (૦૨૭૫૨) ૨૮૫૪૧૪ ઉપર સંપર્ક કરવા સુરેન્દ્રનગર જિલ્લાના સમગ્ર શિક્ષાના ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશનની અખબારી યાદીમાં જણાવાયું છે.