પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા

Photo of author

By SOHAM 24 NEWS

પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા

  • દરમિયાન કોરોનાની બીજી લહેરના પરિવાર ખૂબ જ સાવચેતી રાખતું હતું.
  • દવા લાગુ ન પડતા ખ્યાતિબેનનું 28-4ના રોજ અવસાન
  • તા.9-5-21ના રાત્રે આઈ.સી.યુ.માં અચાનક ઉપેન્દ્રભાઈનું અવસાન થયું હતું.
પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા
પત્નીના અવસાન બાદ પતિનું 12માં દિવસે મૃત્યુ થતાં સંતાનો અનાથ બન્યા

સુરેન્દ્રનગરની જૂની પેઢીના રસોયા કાંતિભાઈ ભટ્ટને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રી ખ્યાતિના લગ્ન ઉપેન્દ્રભાઇ ચંદુલાલ રાવલ સાથે કર્યા હતા. લગ્નજીવન બાદ ખ્યાતિબેન અને ઉપેન્દ્રભાઈને એક પુત્રી અને એક પુત્ર છે.

વઢવાણ સુરેન્દ્રનગરમાં વાવાઝોડા બાદ વીજળીની સમસ્યા ઉદભવી, લોકોને સંતોષકારક જવાબ ન મળતાં રોષ વ્યાપ્યો

દરમિયાન કોરોનાની બીજી લહેરના પરિવાર ખૂબ જ સાવચેતી રાખતું હતું. છતાં ખ્યાતિબેનને કોરોના થતાં સારવાર કરવામાં આવી હતી. જોકે દવા લાગુ ન પડતા ખ્યાતિબેનનું 28-4ના રોજ અવસાન થયું હતું. ખ્યાતિબેનના અંતિમ સંસ્કાર કર્યા ત્યારે સ્મશાન ખાતે તેમના પતિ ઉપેન્દ્રભાઈ રાવલની તબિયત લથડી હતી. આથી એમ્બ્યુલન્સ મંગાવી તેમને કોઠારિયા ખાતે કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા હતા. ત્યાં સારવાર છતાં ઉપેન્દ્રભાઈની તબિયત સુધારી ના હતી. આથી વધુ સારવાર માટે જોરાવરનગરની સવા હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં પણ સારવાર દરમિયાન તબિયત ન સુધારતા અંતે 70 હજારનું ઇન્જેક્શન ડૉ.ચંદ્રમૌલીએ ખાસ મંગાવી આપ્યું હતું. પરંતુ તા.9-5-21ના રાત્રે આઈ.સી.યુ.માં અચાનક ઉપેન્દ્રભાઈનું અવસાન થયું હતું. ઉપેન્દ્રભાઈ રાવલ સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયત ખાતે નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે તેમનું અવસાન થતા કર્મચારીગણમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃત્યુ પામનાર દંપતીની મોટી પુત્રી ફાર્મનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. જયારે પુત્ર ઘોરણ 12 પાસ કરી એન્જીનીયરીંગ ક્ષેત્રે
અભ્યાસ કરે છે.

વૃદ્ધ માતાની દીકરા અને વહુએ હત્યા કરી

વધુ સમાચાર માટે…