સુરેન્દ્રનગર જિલ્લામાં ૨૪૫૬૧ વૃદ્ધોને રસી આપીને કોરોના મહામારી સામે રક્ષિત કરાયા
૪૫ વર્ષથી વધુ વય ધરાવતા અને વિવિધ બિમારી ધરાવતા ૭૧૧૦ લોકોનું રસીકરણ કરાયુ
- કુલ ૨૪૫૬૧ વયોવૃદ્ધ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
- કોવીડ-૧૯ રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં નાગરિકોને કોરોના વાયરસ સામે રક્ષણ આપવા માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ચાલી રહેલા
રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના કુલ ૨૪૫૬૧ વયોવૃદ્ધ નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
સમગ્ર જિલ્લાના તમામ શહેરી અને ગ્રામ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રો ઉપર કોવીડ-૧૯
રસીકરણની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.
સુરેન્દ્રનગર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર જિલ્લામાં કોમોરબીડીટી ધરાવતા ૪૫ થી ૫૯ વર્ષ વય જૂથના આશરે ૭૧૧૦ નાગરિકોનું અત્યાર સુધીમાં રસીકરણ કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં કોમોરબીડીટી ધરાવતા ૪૫ થી ૫૯ વયના વ્યક્તિઓ તેમજ ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા કુલ ૪૭૫૩૬ નાગરિકોને રસી આપી કોરોના મહામારી સામે રક્ષિત કરાયા છે.
જિલ્લામાં રસીકરણ અભિયાનના બીજા તબક્કામાં કરાયેલી રસીકરણની કામગીરી જોઇએ તો ચુડા તાલુકામાં ૩૫૭૦, ચોટીલા તાલુકામાં ૨૨૦૨, ધ્રાંગધ્રા તાલુકામાં ૬૨૫૨, લખતર તાલુકામાં ૩૦૩૭, લીંબડી તાલુકામાં ૪૫૩૭, મુળી તાલુકામાં ૩૪૫૪, પાટડી તાલુકામાં ૫૦૭૮, સાયલા તાલુકામાં ૩૨૫૧, થાનગઢ તાલુકામાં ૧૮૧૬, વઢવાણ તાલુકામાં ૧૧૨૬૨, ગાંધી હોસ્પિટલ-સુરેન્દ્રનગરમાં ૧૪૭૧ અને સી.યુ. શાહ હોસ્પિટલમાં ૧૬૦૬ મળી કુલ ૪૭૫૩૬ લોકોને કોરોના સામે રક્ષણ આપતી રસી મૂકવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લાની GOG દ્વારા કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં પ્રવેશ