Site icon સોહમ 24 ન્યુઝ

અમદાવાદ : બેફામ ડ્રાઇવરો સાવધાન! SG હાઇવે પર 70 થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો, લાયસન્સ પણ થઈ શકે છે રદ્દ

અમદાવાદ : બેફામ ડ્રાઇવરો સાવધાન! SG હાઇવે પર 70 થી વધારે ઝડપે ગાડી ચલાવી તો આવી બન્યું સમજો, લાયસન્સ પણ થઈ શકે છે રદ્દ

અકસ્માતના બનાવો રોકવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા નવો નિયમ બનાવાયો. એસજી હાઇવે પર કારની સ્પીડ લિમિટ 70 કરવામાં આવી નક્કી

Google News Follow Us Link

શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે તંત્ર દ્વારા તેના નિરાકરણ માટે ટ્રાફિક પોલીસ દ્વાર નવતર પ્રયોગો હાથ ધરવામાં આવે છે.  ઓવરસ્પીડ વાહનોને લઇને તો ખાસ કાર્યવાહી કરવામાં આવી રહી છે.  ટુ વ્હીલરમાં સ્પોર્ટસ બાઇકમાં મોડીફાઇડ સાઇલેન્સર તથા કારમાં બ્લેક ફિલ્મને લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે હવે સ્પીડમાં કાર ચલાવી તો  મસમોટો મેમો ઘરે આવ્યો જ સમજો.

એસજી હાઇવે માટે સ્પીડ લિમિટ કરાઇ નક્કી

આપણે જાણીએ છીએ કે ઓવર સ્પીડને કારણે અવારનવાર અકસ્માતના બનાવો બને છે.  હિટ એન્ડ રનના કેસ સૌથી વધુ હાઇવે પર જોવા મળે છે. ત્યારે અમદાવાદના સરખે- ગાંધીનગર હાઇવે પર સ્પીડમાં કાર ચલાવનાર સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. જો કોઇએ 70થી વધુની સ્પીડ પર કાર ચલાવી તો મસમોટો દંડ ભરવા તૈયાર રહેજો. સ્પીડ લિમિટની અમલવારી આજથી શરુ કરવામાં આવી છે. જે મુજબ જો પહેલીવાર પકડાશો તો 2 હજારનો દંડ અને બીજી વખત પકડાયા તો 4 હજારનો દંડ વસૂલવામાં આવશે. અને જો ત્રીજી વખતા ઝડપાયા તો 6 મહિના માટે લાયસન્સ કેન્સલ.

70થી વધુ સ્પીડ હશે તો કરાશે દંડ

બેફામ કાર ચલાવનારને ઝડપી પાડવા પોલીસે સીસીટીવીનો સહારો લીધો હોવાનું કહેવામાં આવીરહ્યુછે. એક માહિતી તો એવી પણ સામે આવી છે કે પોલીસે સીસીટીવીમાં સ્પીડ લિમિટનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી દીધુ છે. તો બીજી તરફ સચ્ચાઇ એ પણ છે કે એસ.જી હાઇવે પર એક પણ સીસીટીવી દેખાતા નથી. મહત્વનું છે કે અગાઉ સ્પીડ ગનથી વાહનચાલકોને પકડવાનો પ્રયાસ શરુ કરવામાં આવ્યો હતો પરંતુ તે કંઇ ખાસ સફળ રહ્યો નહી.

BIG NEWS : સ્વાસ્થ્ય મંત્રાલય થયું સતર્ક: મંકીપોક્સ પર નજર રાખો, એરપોર્ટ સહિતની જગ્યાઓ પર સાવધાની રાખવા અપાયા આદેશ

વધુ સમાચાર માટે…

VTV ગુજરાતી 

Google News Follow Us Link

Exit mobile version