વઢવાણ સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરાઈ
- સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોરોનાથી પીડિત દર્દીઓ તથા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કોરોનાથી પીડિત દર્દીઓ તથા સ્નેહીજનો માટે ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ સતત વધતુ જઈ રહ્યુ છે. કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
તેવા સમયમાં સુરેન્દ્રનગર ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ પ્રકારની સેવા શરૂ કરવામાં આવી છે. કોરોનાની સારવાર લેનાર દર્દીઓને તથા તેમના સગા સ્નેહીજનોને બે સમયનું પૂરતું ભોજન મળી રહે છે. તે હેતુથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ફ્રી ટિફિન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર થાનગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 54 લોકોએ રસી લીધી હતી
ફ્રી ટિફિન વ્યવસ્થા ઈચ્છતા વ્યક્તિઓએ નીચેના લોકોનો સંપર્ક કરવો જીગરભાઈ દવે, અનિરૂધ્ધસિંહ પરમાર અને કૃપલભાઈ દેસાઈ સહિતના લોકો દ્વારા આ પ્રકારની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર વાસીઓએ આ સેવાઓને બિરદાવી છે અને આ લોકોને ધન્યવાદ પણ આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ટિફિનની વ્યવસ્થા ઇચ્છતા વ્યક્તિને સંપર્ક સાધી અને બપોરના ટિફિન માટે સવારે 7 થી 9 કલાકે તથા સંજના ટિફિન માટે 2 થી 4 કલાક સુધીમાં જાણ કરવા માટે આ ત્રણ લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે.