Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન

Photo of author

By SOHAM 24 NEWS

Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન

અક્ષય કુમારે ખુદ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

  • અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે.
  • અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતા

Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન

Akshay Kumar Mother Died:

અક્ષય કુમારની માતા અરુણા ભાટિયાનું નિધન થયું છે. અક્ષય કુમારે ટ્વિટર દ્વારા આ ખરાબ સમાચાર ચાહકો સાથે શેર કર્યા છે. ખિલાડી કુમારે પોતાની માતાને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું છે કે તેઓ ખૂબ જ ખરાબ સમયનો સામનો કરી રહ્યા છે. અક્ષય કુમારની માતા લાંબા સમયથી બીમાર હતા અને થોડા દિવસો પહેલા તેને મુંબઈના પવઈની હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એક લાગણીશીલ ટ્વિટમાં અક્ષય કુમારે લખ્યું, ‘તે મારું સર્વસ્વ હતું. અને આજે હું અસહ્ય પીડા અનુભવું છું. મારી માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિથી આ દુનિયા છોડીને મારા પિતા પાસે બીજી દુનિયામાં પહોંચી ગયા છે. હું અને મારો પરિવાર આ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે તમારી પ્રાર્થનાનો આદર કરું છું. ઓમ શાંતિ ‘

Akshay Kumar Mother Death: અક્ષય કુમારની માતા અરૂણા ભાટિયાનું નિધન

હોસ્પિટલમાં ગંભીર હાલતમાં માતાની સંભાળ રાખવા માટે અક્ષય કુમાર બે દિવસ પહેલા લંડનથી મુંબઈ પહોંચ્યો હતો. અક્ષય કુમાર છેલ્લા કેટલાક અઠવાડિયાથી લંડનમાં તેની આગામી ફિલ્મ ‘સિન્ડ્રેલા’ના શૂટિંગમાં વ્યસ્ત હતો, પરંતુ તેની માતાની હાલત નાજુક હોવાની જાણ થતાં જ અક્ષય કુમાર ફ્લાઇટ દ્વારા મુંબઈ પરત ફર્યો.

Taarak Mehta Ka Ooltah Chashmah: ફેન્સ વર્ષોથી જોઈ રહ્યા હતા જેની રાહ, આખરે તે આવી ગઈ!

વધુ સમાચાર માટે…

abp અસ્મિતા