Site icon સોહમ 24 ન્યુઝ

Limbdi – લીંબડી હાઇવે પર એસટીની વોલ્વો સહિત બે બસ અને બાઈક વચ્ચે અકસ્માત

Limbdi લીંબડી હાઇવે પર એસટીની વોલ્વો સહિત બે બસ અને બાઈક વચ્ચે અકસ્માત

Google News Follow Us Link

સુરેન્દ્રનગર લીંબડી હાઇવે પર અકસ્માત થયો છે. જેમાં વોલ્વો બસ અને એસટી બસ અથડાતા અકસ્માત થયો છે. તેમજ અકસ્માતમાં 12 મુસાફરોને ઇજા પહોંચી છે. રાજકોટથી અમદાવાદ જતી વખતે અકસ્માત થયો હતો. ત્યારે અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા થઇ છે.

એસટીની વોલ્વો બસ અને એસટી બસ સામ સામે અથડાઇ

લીંબડી નેશનલ હાઈવે પર એસટીની વોલ્વો બસ અને એસટી બસ સામ સામે અથડાતા 12 થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. જેમાં લીંબડી હાઇવે પર સર્કિટ હાઉસ સામે પુરપાટ ઝડપે આવી રહેલા બાઈક સવારને બચાવવા જતાં એસ.ટીની રાજકોટથી અમદાવાદ જતી વોલ્વો અને ધ્રોલ ડેપોની બસ સામ સામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી. જેમાં લીંબડી હાઇવે પર અકસ્માત સ્થળે ચારથી વધુ 108 ટીમો પહોંચી છે.

નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત

સવારે ખેડામાં નેશનલ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. જેમાં નેશનલ હાઇવે પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. હાઇવે પર ટ્રક રોંગ સાઇડથી આવતો હોવાથી અકસ્માત થયો છે. ટ્રક ડ્રાઇવર કેબિનમાં ફસાઇ જતા મોત થયુ છે. એક ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો છે.

અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ

નડિયાદ-આણંદ વચ્ચે આવેલ ભૂમેલ રેલવે બ્રીજ પર કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. જેમાં અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયુ છે. તેમજ અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે. આણંદ તરફ જઈ રહેલ ટ્રક ડિવાઈડર સુધી રોંગ સાઈડે આવી જતા સામેથી આવી રહેલ કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો છે. જેમાં અકસ્માત થતા ટ્રક ડ્રાઇવર ટ્રકની કેબીનમાં ફસાયો હતો. જેમાં અકસ્માતની જાણ થતા નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ કરવા ઘટના સ્થળે પહોંચી હતી.

Surendranagar – સુરેન્દ્રનગર જિલ્લામાં પાકના રક્ષણ માટે ખેડૂતોએ જરૂરી તકેદારીના પગલાં લેવા ખેતીવાડી વિભાગ દ્વારા જરૂરી સૂચનો આપ્યાં

સંદેશ

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Exit mobile version