ચોટીલાના પાંચવડા ગામેથી વિદેશી દારૂ નો જથ્થો ભરેલી આઇસર ગાડી ઝડપાય
બે શખ્સોને રૂપિયા ૧૨. ૮૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
- બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઇસર ગાડી પસાર થવાની હોવાની બાતમી ચોટીલા પોલીસને મળી હતી
- ચોટીલા પોલીસે પાંચવડા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી
ચોટીલા તાલુકાના પાંચવડા ગામ ના બસ સ્ટેન્ડ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી આઇસર ગાડી પસાર થવાની હોવાની બાતમી ચોટીલા પોલીસને મળી હતી આથી બાતમીને આધારે ચોટીલા પોલીસે પાંચવડા ગામના બસ સ્ટેન્ડ નજીક વોચ ગોઠવી હતી ચોટીલા પોલીસની વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી આઇસર ગાડી ને પોલીસે રોકી તલાશી લેતા આઇસર ગાડી માંથી વિદેશી દારૂની અલગ અલગ કંપનીની ફુલ 1200 બોટલો રૂપિયા 4.80 લાખની મળી આવી હતી આથી ચોટીલા પોલીસે ગાડીમાં સવાર મગારામ જાટ અને સ્વરૂપ સિંહ રાજપૂતની અટકાયત કરી આઇસર ગાડી કિંમત રૂપિયા 8 લાખ સહિત રૂપિયા 12.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને શખ્સો વિરુદ્ધ ચોટીલા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ ચોટીલા પોલીસે હાથ ધરી હતી આમ ચોટીલા પોલીસે લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી લેતા બુટલેગરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે
-A.P : રોપોર્ટ