Site icon સોહમ 24 ન્યુઝ

ANUPAMAA BIG BLUNDER: ટ્વિસ્ટ દેખાડવાના ચક્કરમાં સીરિયલના મેકર્સે કરી સૌથી મોટી ભૂલ! લોકોએ તરત જ પકડી પાડી!

ANUPAMAA BIG BLUNDER: ટ્વિસ્ટ દેખાડવાના ચક્કરમાં સીરિયલના મેકર્સે કરી સૌથી મોટી ભૂલ! લોકોએ તરત જ પકડી પાડી!

ANUPAMAA BIG BLUNDER: ટ્વિસ્ટ દેખાડવાના ચક્કરમાં સીરિયલના મેકર્સે કરી સૌથી મોટી ભૂલ! લોકોએ તરત જ પકડી પાડી!

પોપ્યુલર સીરિયલ ‘અનુપમા’માં હાલમાં જ અનુજ કપાડિયા અને વનરાજ શાહનું એક્સિડન્ટ થયું હતું. આ સાથે સાત મહિનાનો લીપ પણ આવ્યો હતો. લીપ બાદ અનુજ લકવાગ્રસ્ત છે તો વનરાજ રિકવર થઈ ગયો છે. અત્યારસુધીનો સૌથી મોટો ટ્વિસ્ટ દેખાડવાના ચક્કરમાં મેકર્સ મોટી ભૂલ કરી બેઠા છે, જેને લોકોએ પકડી પાડી છે.

Google News Follow Us Link

13 જુલાઈ, 2020થી ઓન-એર થઈ ત્યારથી સીરિયલ ‘અનુપમા‘એ ટીઆરપી ચાર્ટ અને દર્શકોના દિલમાં બરાબરનું સ્થાન જમાવી લીધું છે. શરૂઆતથી અત્યારસુધીમાં સીરિયલમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ આવી ચૂક્યા છે, જેણે દર્શકોને ટીવી સ્ક્રીન સામે ટકી રહેવા માટે મજબૂર હતા. જો કે, હાલમાં મેકર્સે સૌથી મોટો ટ્વિસ્ટ દેખાડ્યો હતો અને મંદિરમાં પૂજા વખતે અનુજ કપાડિયા તેમજ વનરાજ શાહનો અકસ્માત થતો દેખાડવામાં આવ્યો હતો. વનરાજ તો રિકવર થઈ ગયો પરંતુ અનુજ કોમામાં જતો રહ્યો હતો અને હાલ તેને લકવાગ્રસ્ત દેખાડવામાં આવ્યો છે. અનુજને આ રીતે જોઈને સીરિયલના દર્શકો અને ખાસ કરીને તેના ફેન્સનું દિલ તૂટી ગયું છે. આ બધાની વચ્ચે મેકર્સથી એક સૌથી મોટી ભૂલ થઈ છે અને લોકોએ તે પકડી પાડી છે.

અનુપમાના મેકર્સની ભૂલ

દૈનિક ધારાવાહિક સીરિયલોમાં લીપ આવવા તે સામાન્ય વાત છે. રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર ‘અનુપમા’ સીરિયલમાં પણ પહેલીવાર અનુજ-વનરાજના અકસ્માત બાદ સાત મહિનાનો લીપ દેખાડવામાં આવ્યો. પરંતુ આ બધાના ચક્કરમાં મેકર્સે સૌથી મોટી ભૂલ કરી. વાત એમ છે કે, લીપ બાદ પણ કિંજલનું પાત્ર ભજવી રહેલી નિધિ શાહને પ્રેગ્નેન્ટ દેખાડવામાં આવી રહી છે. અનુપમા-અનુજના લગ્ન થયા પહેલા જ કિંજલે તે મા બનવાની હોવાના ગુડન્યઝ આપ્યા હતા અને થોડા અઠવાડિયા પહેલા તેનું સીમંત પણ થયુ હતું. સાત મહિનાના લીપ બાદ તે હજી પણ પ્રેગ્નેન્ટ છે. કિંજલની પ્રેગ્નેન્સી અને બાળકની ડિલિવરી વિશે મેકર્સનો શું પ્લાન છે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

અનુપમાનો લેટેસ્ટ ટ્રેક

‘અનુપમા’ના હાલના ટ્રેકની વાત કરીએ તો, જન્માષ્ટમીની ઉજવણી દેખાડવામાં આવી રહી છે અને આ દિવસે તિથિ

પ્રમાણે અનુજનો પણ જન્મદિવસ હોવાથી અનુપમા ખુશ છે. તેણે કાન્હા અને અનુજ માટે ખૂબ તૈયારી કરી છે.

અનુપમા પોતે રાધા અને અનુજ શ્રી કૃષ્ણ બન્યો છે. અનુજની હાલત જોઈને તેનો ભાઈ અંકુશ અને ભાભી બરખા લાભ

ઉઠાવવા માગે છે. તેથી, કપાડિયા એમ્પાયર હવેથી તેઓ સંભાળશે તેમ કહે છે.

જો કે, અનુપમા પીછેહઠ કરતી નથી. તે જન્માષ્ટમીના દિવસે ઘરમાં શાંતિનું વાતાવરણ ઈચ્છતી હોવાનું કહે છે અને જો

તેમ ન થયું તો અષ્ટમી દુર્ગાષ્ટમીમાં ફેરવાઈ જશે તેવી ચેતવણી પણ આપે છે.

તે તેમ પણ કહે છે કે, બરખા અને અંકુશે તો મહાભારત રચી દીધું. પણ જ્યારે-જ્યારે મહાભારત થાય છે ત્યારે-ત્યારે તે

‘શ્રી કૃષ્ણ’ આવે છે. તે સમયે તેને અનુજ તેનું નામ લઈ રહ્યો હોવાની ખબર નર્સ આપે છે.

વિક્કી કૌશલના પિતા શામ કૌશલ કેન્સરને હરાવી ચૂક્યા છે, ત્રીજા માળેથી પડતું મૂકવાનો વિચાર કર્યો હતો

વધુ સમાચાર માટે…

આઈ એમ ગુજરાત

Google News Follow Us Link

Exit mobile version