સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ

Photo of author

By SOHAM 24 NEWS

સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ

  • સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
  • જે અન્વયે વર્ષ- ૨૦૧૯-૨૦ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની પસંદગી કરવામાં આવેલ છે.
  • ગુજરાતના તમામ તાલુકામાં જીમ સેન્ટરો કાર્યરત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ
સાયલા ખાતે તાલુકા જીમ સેન્ટર માટે વિવિધ સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવાઈ

સુરેન્દ્રનગર જિલ્લા રમત ગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર ગુજરાત સરકારના રમત ગમત યુવા અને

સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ- ગાંધીનગર દ્વારા ગુજરાતના નાગરીકોના શારીરીક સ્વાસ્થ્યને મજબૂત કરવાના શુભ

આશયથી પ્રતિવર્ષ ગુજરાતના તમામ તાલુકામાં જીમ સેન્ટરો કાર્યરત કરવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે અન્વયે વર્ષ- ૨૦૧૯-૨૦ માટે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાની પસંદગી કરવામાં આવેલ છે. આ જીમ સેન્ટર માટે જીમ સાધનો ફીટ કરવા તેમજ સરકારશ્રીના નિયમોનુસાર તેની સંપૂર્ણ જાળવણી અને નિભાવ કરવા માટે જરૂરી બિલ્ડીંગ, હોલ, લાઈટીંગ, સીસીટીવી, પાણી, સાફ-સફાઈ તેમજ જરૂરી સ્ટાફ ધરાવતી સરકારી સંસ્થાઓ, ગ્રામ પંચાયતો, સરકારી કે અર્ધ સરકારી માધ્યમિક શાળાઓ વગેરેને આગામી તા. ૨૫-૩-૨૦૨૧ સુધીમાં અરજી કરવાની રહેશે.

વધુમાં જણાવ્યા પ્રમાણે આ અરજી સભ્યસચિવ અને જિલ્લા રમત ગમત અધિકારીશ્રીને જિલ્લા રમત-ગમત અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર બ્લોકનં. એ- પ, ગ્રાઉન્ડ ફલોર, બહુમાળી ભવન, ખેરાળી રોડ, પોસ્ટ-રતનપર, સુરેન્દ્રનગર સરનામાં પર તમામ જરૂરી સુવિધાઓની માહિતી, સંમતિ કે ઠરાવ, સંપૂર્ણ સરનામાં તેમજ સંપર્ક નંબર સાથે મોકલવાની રહેશે.

*નિતિન રથવી*

ધ્રાંગધ્રા સબજેલના કેદીઓને ખોરાક પુરો પાડવા અંગે ભાવો મંગાવાયા