કેન્દ્રીય સૈનિક બોર્ડ – નવી દિલ્હી દ્વારા મંજુર કરાયેલ
સ્કોલરશીપ, લગ્ન સહાય, પેન્યુરી ગ્રાન્ટના લાભાર્થીઓ જોગ
- રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ
- લાભાર્થીઓને કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હી તરફથી ઈ-મેઈલ કરવામાં આવેલ છે.
- કેન્દ્રીય સૈનિક બોર્ડ, દિલ્હીની વેબસાઈટ પર સ્કોલરશીપ, લગ્ન સહાય, પેન્યુરી ગ્રાન્ટ વિગેરે
રાજકોટ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર કેન્દ્રીય સૈનિક બોર્ડ, દિલ્હીની વેબસાઈટ પર સ્કોલરશીપ, લગ્ન સહાય, પેન્યુરી ગ્રાન્ટ વિગેરે માટે કરેલી ઓનલાઈન અરજી, કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હી દ્વારા મંજુર કરવામાં આવેલ છે. પરંતુ ઓનલાઈન અરજીમાં જે લાભાર્થીઓએ પોતાનું નામ અને બેન્ક ખાતા નંબર બેન્ક પાસ બુક મુજબ લખેલ ન હોવાથી કોર બેન્કીંગ મારફત ચુકવણું થયેલ નથી, એવા લાભાર્થીઓને કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હી તરફથી ઈ-મેઈલ કરવામાં આવેલ છે. તેઓએ એન.ઈ.એફ.ટી. મેનડેટ ફોર્મ ભરી સાથે બેન્ક પાસ બુકનું પ્રથમ પાનું તથા આધાર કાર્ડની નકલ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીમાં અરજી સાથે રજુ કરવાનું રહેશે. જે ફોર્મ તથા તેના સંલગ્ન કાગળો કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીને મોકલ્યા બાદ મંજુર કરવામાં આવેલ સહાય તેઓના ખાતામાં કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હી દ્વારા સીધા બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે તેવું કેન્દ્રીય સૈનિક બોર્ડ- નવી દિલ્હીના પત્રમાં જણાવવામાં આવેલ છે.
જે અન્વયે એન.ઈ.એફ.ટી. મેનડેટ ફોર્મનો નમૂનો જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટ ખાતેથી મળી શકશે. આ બાબત અંગે વધુ જાણકારી મેળવવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટનો રૂબરૂ અથવા ટેલીફોન નંબર ૦૨૮૧-૨૪૭૬૮૨૫ પર સંપર્ક કરવા વધુમાં જણાવાયુ છે.