સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે આશા વર્કર અને ફેસિલીટેટર
બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો
- આશા વર્કર અને ફેસિલીટેટર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ
- કલેક્ટર કચેરીએ રજૂઆત અર્થે દોડી આવી હલ્લાબોલ કર્યો હતો.
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર અને ફેસિલીટેટર બહેનોએ કાળી પટ્ટી ધારણ વિરોધ નોંધાવ્યો
નિયમિત અને પુરતો પગાર ચૂકવવા, પેન્શન, મેટરનીટી લીવ સહિતની માંગો બાબતે રજૂઆત કરાઈ
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે મોટી સંખ્યામાં આશા વર્કર અને ફેસિલીટેટર બહેનોએ કાળી પટ્ટી ધારણ કરીને કલેક્ટર કચેરીએ રજૂઆત અર્થે દોડી આવી હલ્લાબોલ કર્યો હતો. કોરોનાની મહામારી દરમિયાન સતત કાર્યશીલ રહીને ફ્રન્ટલાઈનના કોરોના વોરિયર્સ તરીકે સારી એવી કામગીરી બજાવવા છતાં સરકાર દ્વારા નજીવું વળતર ચૂકવવામાં આવતા મહિલા આશા વર્કરો અને ફેસિલીટેટરોને ઓછું વળતર ચૂકવવામાં આવી રહ્યાની રાવ ઉઠી છે. આરોગ્યલક્ષી કામગીરી સંભાળતા કર્મચારીઓનું સરકાર દ્વારા શોષણ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જીવના જોખમે કોરોનાની મહામારીમાં સતત કામગીરી કરવા છતાં સરકાર દ્વારા કરાતું શોષણ બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી છે. આથી આ બાબતનો વિરોધ નોંધાવવા આશા વર્કરો અને ફેસિલીટેટરોએ કાળી પટ્ટી બાંધીને વિરોધ નોંધાવ્યો છે. અને આગામી દિવસોમાં આ બાબતે ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવતા દોડધામ મચી જવા પામી છે.
-A.P : રોપોર્ટ