બાઇકને ઓવરટેક કરવા બાબતે યુવાન પર હૂમલો
- ચુડાના જોરાવરપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ વજુભાઈ મીઠાપરા બાઈક લઈને મામલતદાર કચેરી તરફ જઈ રહ્યા હતા
- ઓવરટેક કરવા બાબતે ત્રણેય શખ્સોએ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે મળી હરેશભાઈ મીઠાપરા ઉપર લોખંડના પાઈપ, ધોકા વડે હૂમલો કર્યો
ચુડાના જોરાવરપરા વિસ્તારમાં રહેતા હરેશભાઈ વજુભાઈ મીઠાપરા બાઈક લઈને મામલતદાર કચેરી તરફ જઈ રહ્યા હતા
ત્યારે સી.ડી.કપાસી સ્કૂલ પાસે જગદીશ લકુમ, ભાવેશ લકુમ, પ્રકાશ લકુમના બુલેટને ઓવરટેક કરવા બાબતે ત્રણેય શખ્સોએ અન્ય ત્રણ અજાણ્યા શખ્સો સાથે મળી હરેશભાઈ મીઠાપરા ઉપર લોખંડના પાઈપ, ધોકા વડે હૂમલો કર્યો હતો. ઘવાયેલા હરેશને સારવાર અર્થે ચુડા હૉસ્પિટલે ખસેડવામાં આવેલ.