27 જૂને બેન્ક હડતાળ: બેન્કો 3 દિવસ બંધ રહેશે; 25 જૂને ચોથો શનિવાર, 26મીએ રવિવાર

Photo of author

By rohitbhai parmar

27 જૂને બેન્ક હડતાળ: બેન્કો 3 દિવસ બંધ રહેશે; 25 જૂને ચોથો શનિવાર, 26મીએ રવિવાર

Google News Follow Us Link

Bank strike on June 27: Banks will be closed for 3 days; 4th Saturday, June 25th, Sunday 26th

  • સરકારી બેન્કોના કર્મચારીઓનું આંદોલન

ગુજરાત બેન્ક વર્કસ યુનિયન દર શનિવારે રજા સહિતની પડતર માગણીઓના ટેકામાં 27 જૂને તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાળનું એલાન આપ્યું છે. એ પહેલાં 25મીએ ચોથો શનિવાર અને 26મીએ રવિવારની રજા હોવાથી સળંગ ત્રણ દિવસ બેન્કો બંધ રહેશે.

મહાગુજરાત બેન્ક એમ્પ્લોઈ એસોસિએશનના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, 2017થી સરકાર સમક્ષ કેટલીક રજૂઆત થઈ છે પરંતુ તેનો ઉકેલ આવતો નથી. પડતર માગણીઓ પૂરી કરવા દેશવ્યાપી આ હડતાળને ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએેશન, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન સહિત તમામ બેંકિંગ એસોસિએશને સમર્થન આપ્યું છે.

આ માગણીઓ છે
  • એપ્રિલ 2010 પછીની નવી પેન્શન યોજના નાબૂદ કરવી, કર્મચારી-અધિકારીઓ માટે જૂની પેન્શન યોજના અમલમાં મુકવી.
  • 5 દિવસ બેંકિંગ અને દર શનિ અને રવિવારે રજા હોવી જોઇએ.
  • પેન્શનના નિયમમાં સમયાંતરે અપડેશનની જોગવાઇ કરવી.

ટિપ્સ: હાઈ કોલેસ્ટ્રોલ રહેતું હોય તે લોકોએ આ આદતો ભૂલી જવી જોઈએ, સ્વાસ્થ્ય બની જશે તંદુરસ્ત

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link