Bharat Bandh – ‘અનામત બચાવવા’ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?

Photo of author

By rohitbhai parmar

Bharat Bandh –અનામત બચાવવા‘ 21 ઑગસ્ટે ભારત બંધનું એલાન, કોણે આપ્યું સમર્થન અને શું છે મુદ્દાઓ?

Google News Follow Us Link

Bharat bandh announced today to save reserves who supported it and what are the issues

રિઝર્વેશન બચાવો સંઘર્ષ સમિતિ’એ આજે 21 ઑગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું છે.

સુપ્રીમ કોર્ટે એસસી-એસટી અનામત અંગે આપેલા સબ-કૅટેગરી અંગેના ચુકાદાના વિરોધમાં આ બંધનું એલાન અપાયું છે.

અનેક રાજ્યોના એસસી-એસટી સમૂહોએ આ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. આ એલાનને અનેક રાજકીય પક્ષો અને સામાજિક સંગઠનોનું પણ સમર્થન મળશે એવી અપેક્ષા છે.

સમિતિનું કહેવું છે કે આ બંધનું એલાન આપવાનો ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનો વિરોધ કરવાનો છે અને કૉર્ટ આ ચુકાદો પાછો ખેંચે એવી માગણી કરવાનો છે.

બંધના એલાનને પગલે અનેક રાજ્યોમાં સુરક્ષાવ્યવસ્થાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

Rain – ગુજરાતમાં હવે ફરી ક્યારે શરૂ થશે વરસાદનો નવો રાઉન્ડ, ક્યા પડશે વરસાદ?

સુપ્રીમ કોર્ટે શું ચુકાદો આપ્યો હતો?

સુપ્રીમ કોર્ટના છ ન્યાયમૂર્તિઓએ જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની યાદીમાં રાજ્ય સરકાર માત્ર પેટા-વર્ગીકરણ કરી શકે છે અને કેટલીક બેઠકો એક અનુસૂચિત જાતિ કે જનજાતિ માટે અંકિત કરી શકે છે.

કોર્ટનું માનવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ એકસમાન નથી. કેટલીક જાતિઓ અન્યોથી વધારે પછાત છે.

વડા ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડે કેટલાંક સંશોધનનાં ઉદાહરણ આપ્યાં હતાં.

સમાજશાસ્ત્રી એ. એમ. શાહે પોતાના એક પુસ્તકમાં લખ્યું હતું કે ગરોડો જેવી કેટલીક અનુસૂચિત જાતિઓને દલિતોમાં પૂજારી જેવી માનવામાં આવે છે. તેમનું અસ્તિત્વ કેટલીક અનુસૂચિત જાતિઓમાં ઉપર ગણવામાં આવે છે.

ચંદ્રચૂડે લખ્યું હતું કે ગુજરાતમાં એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે કેટલીક અનુસૂચિત જાતિઓમાં અસ્પૃશ્યતા પાળવામાં આવે છે. તેઓ એકમેક દ્વારા તૈયાર કરાયેલાં ખોરાક કે પાણી લેતા નથી. અમુક આદિવાસીઓને દલિત મંદિરોમાં પ્રવેશ આપવામાં આવતો ન હતો.

તેમણે લખ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં વણાટનું કામ કરતી માલા જાતિ અને ચામડાનું કામ કરતી મઢિગા જાતિ બન્નેમાં અનેક અસમાનતા છે.

મઢિગા જાતિને માલા જાતિની સરખામણીએ નીચલા સ્તરની ગણવામાં આવે છે. તેનાથી તેમના શિક્ષણ, નોકરી અને રાજકીય ગતિવિધિઓમાં પણ ફરક પડે છે.

જસ્ટિસ બી. આર. ગવઈએ જસ્ટિસ ઊષા મેહરા કમિટીના અહેવાલને ટાંકતાં જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં 60 અનુસૂચિત જાતિઓમાંથી માત્ર ચાર-પાંચને જ અનામતનો લાભ મળી રહ્યો છે.

આ બધાનો હવાલો આપીને સુપ્રીમ કોર્ટે પેટા-વર્ગીકરણની પરવાનગી આપી હતી.

Bharat bandh announced today to save reserves who supported it and what are the issues

કોણે આપ્યું બંધને સમર્થન?

કન્ફેડરેશન ઑફ દલિત ઍન્ડ આદિવાસી ઑર્ગેનાઇઝેશને પણ દેશવ્યાપી બંધના એલાનને સમર્થન આપતાં માગણી કરી છે કે કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટે આપેલા જજમેન્ટને રદ કરતો કાયદો લાવે. તેમનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને કારણે બંધારણીય અધિકારોને અસર થશે.

નેશનલ કન્ફેડરેશન ઑફ દલિત ઍન્ડ આદિવાસી ઑર્ગેનાઇઝેશને પણ વડા પ્રધાનને વિનંતી કરી છે કે તેઓ કેન્દ્ર સરકારના કર્મચારીઓના જાતિગત ડેટાને રિલીઝ કરે, જેથી કરીને કોનું કેટલું પ્રતિનિધિત્ત્વ છે એ જાણી શકાય.

આ બંધના એલાનને બહુજન સમાજ પાર્ટીએ પણ સમર્થન આપ્યું છે. આ સિવાય ઝારખંડ મુક્તિ મોરચા અને આરજેડીએ પણ પાછળથી આ બંધને સમર્થન આપ્યું હતું.

બીએસપીના નેશનલ કૉ-ઓર્ડિનેટર આકાશ આનંદે કહ્યું હતું કે, “અનામત અંગેના સુપ્રીમ કોર્ટના નિર્ણયની સામે એસસી-એસટી સમાજમાં ભારે ગુસ્સો છે. આ નિર્ણયના વિરોધમાં અમારા સમાજે 21 ઑગસ્ટે ભારત બંધનું આહ્વાન કર્યું છે. અમારો સમાજ શાંતિપ્રિય સમાજ છે. અમે સૌનો સહયોગ કરીએ છીએ. સૌનાં સુખ-દુ:ખમાં અમારો સમાજ સામેલ થાય છે. પરંતુ અમારી આઝાદી પર હુમલો કરવામાં આવી રહ્યો છે. 21 ઑગસ્ટે આપણે શાંતિપૂર્ણ રીતે સણસણતો જવાબ આપવાનો છે.”

ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી-કાંશીરામે પણ 21 ઑગસ્ટના ભારત બંધના એલાનને સમર્થન આપવાનું નક્કી કર્યું છે. તેમની પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેનું સમર્થન આપતી પોસ્ટ કરી છે.

બંધના એલાનને અંગે સત્તાધારી પક્ષ ભાજપ અને સરકાર પર પણ દબાણ વધવાની સંભાવના છે.

ગત શુક્રવારે કેન્દ્રીય કૅબિનેટે કહ્યું હતું કે, “ક્રીમી લેયર એ એસસી અને એસટી કૅટેગરીને મળતી અનામત પર લાગુ નહીં થાય.”

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, “અમારી સરકાર બાબાસાહેબ આંબેડકરે બનાવેલી બંધારણીય જોગવાઈઓનું પાલન કરવા માટે કટિબદ્ધ છે. બાબાસાહેબે બનાવેલા બંધારણમાં ક્રીમી લેયરની કોઈ જોગવાઈ નથી. કૅબિનેટે કરેલા વિચારમંથન બાદ લીધેલો નિર્ણય એ છે કે માત્ર ને માત્ર બાબાસાહેબના બંધારણ પ્રમાણે જ એસસી-એસટી સમૂહોને અનામત આપી શકાશે. ”

સરકાર તરફથી બૅન્ક કે સરકારી ઑફિસો બંધ રહેવા અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. શું બંધ રહેશે કે ચાલુ રહેશે તેની પણ કોઈ જાહેરાત નથી. કેટલીક જગ્યાએ જાહેર પરિવહન પ્રભાવિત થવાની સંભાવના છે.

ઇમરજન્સી સેવાઓ જેવી કે હૉસ્પિટલ, ઍમ્બ્યુલન્સ અને ફાયર વિભાગ ચાલુ જ રહેશે. બંધના આયોજકોએ મોટી સંખ્યામાં લોકોને એકઠા થઈને શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનું કહ્યું છે.

Kolkata Rape-Murder – કોલકતા ડૉક્ટર બળાત્કાર-હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

BBC NEWS

વધુ સમાચાર માટે…

Google News Follow Us Link

Leave a Comment