ભાસ્કર એક્સક્લૂઝિવ: ‘મારી બહેનને મારી નાખ તો તારી સાથે લગ્ન કરું’, સાળીને પામવા પતિએ બનાવ્યો ખતરનાક પ્લાન, લાશને ધક્કો મારી કોતરમાં ફેંકી, ઉપર પથ્થરો મૂકી દાટી દીધી

Photo of author

By rohitbhai parmar

ભાસ્કર એક્સક્લૂઝિવ: ‘મારી બહેનને મારી નાખ તો તારી સાથે લગ્ન કરું’, સાળીને પામવા પતિએ બનાવ્યો ખતરનાક પ્લાન, લાશને ધક્કો મારી કોતરમાં ફેંકી, ઉપર પથ્થરો મૂકી દાટી દીધી

Google News Follow Us Link

Bhaskar Exclusive: 'If kill my sister, I will marry you', Husband made a dangerous plan to settle his sister-in-law, pushed the corpse into my ravine, put stones on it and buried it

  • રાજકોટના વીંછિયા તાલુકામાં સાળીના પ્રેમમાં યુવકે એઇડ્સગ્રસ્ત પત્નીની ઘાતકી હત્યા કરી
  • પતિનો લૂલો બચાવ- પત્નીએ જ તેની નાની બહેન સાથે સંબંધ રાખવા મંજૂરી આપી હતી
  • તપાસ અધિકારીઓ સાથે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં અનેક ઘટસ્ફોટ થયા

‘મારી મોટી બહેનને મારી નાખ તો તારી સાથે લગ્ન કરું’, સાળીએ તેના બનેવીને કહેલા આ શબ્દોથી એક ખૂની ખેલ ખેલાયો હતો. રાજકોટના વીંછિયા તાલુકામાં પતિએ સાળીને પામવા માટે એઇડ્સગ્રસ્ત પત્નીની કરેલી ઘાતકી હત્યામાં એક પછી એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે. આ ચકચારી કેસમાં સાળી અને બનેવી અગાઉથી પ્રેમમાં હતાં, જેમાં પત્ની નડતરરૂપ થતી હતી, જેનો કાંટો કાઢી નાખવા પતિએ ખતરનાક પ્લાન બનાવ્યો હતો. પોલીસની પૂછપરછમાં પતિએ લૂલો બચાવ કર્યો હતો કે એઇડ્સગ્રસ્ત પત્નીએ જ પતિને બહેન સાથે સંબંધ રાખવાની મંજૂરી આપી હતી. હજી આ કેસમાં ચોંકાવનારી માહિતી બહાર આવવાની શક્યતા છે.

Bhaskar Exclusive: 'If kill my sister, I will marry you', Husband made a dangerous plan to settle his sister-in-law, pushed the corpse into my ravine, put stones on it and buried it

શું હતો બનાવ?

વીંછિયાના છાસિયા ગામે ખેતી કરીને ગુજરાન ચલાવતા પરિવારમાં પાંચ દીકરી અને એક દીકરો હતો, જેમાંથી ત્રીજા નંબરની દીકરી રજુ ઉર્ફે રંજનબેનના લગ્ન આજથી 6 વર્ષ પહેલાં દડલી ગામે રહેતા રાજેશ ઓળકિયા સાથે થયા હતા. રાજેશ દૂધનું વાહન ચલાવે છે. દંપતીને સંતાનમાં એક 3 વર્ષનો દીકરો છે. દોઢેક મહિના પહેલાં રાજેશ ઓળકિયા પત્ની રંજનબેનને બાઈક પર બેસાડી નીકળ્યો હતો. પ્લાન મુજબ ચોટીલાના ઢોકળવા ગામની સીમમાં બાઇક ઊભું રાખ્યું, જ્યાં મોબાઇલ ચાર્જરના વાયરથી ટૂંપો દઈને રંજનબેનનું ગળું દબાવી દીધું હતું. બાદમાં લાશ પર પથ્થરો મૂકીને ઢાંકી દીધી હતી. એટલું જ નહીં, પછી જાતે પત્ની ગુમ થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે શરૂઆતમાં પોલીસની ઢીલી તપાસ સામે પરિવારે ધરણાં આપ્યા હતા. બાદમાં ઉચ્ચ અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી, જેમાં પોલીસને પતિ રાજેશ પર શંકા જતાં તેની આગવી ઢબે પૂછપરછ કરી હતી. એમાં પતિ રાજેશ ભાંગી પડ્યો હતો અને તેણે હત્યા કર્યાનું કબૂલ કર્યું હતું.

સાળી-બનેવીની આંખ મળી ગઈ હતી, ભાગી પણ ગયાં હતાં

આ અંગે PSI ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે પત્ની રંજનબેનનો HIV રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બનેવી રાજેશની તેની સાળી સાથે આંખ મળી ગઈ હતી. નવ મહિના પહેલાં પતિ રાજેશ તેની સાળી બિન્દુ (નામ બદલેલું છે) લઈને ભાગી ગયો હતો, જેમાં ગુમ થયાની ફરિયાદ દાખલ પણ થઇ હતી. એ પછી પોલીસે તેની સાળીને પકડીને તેનાં મા-બાપને સોંપી હતી.

રાજેશ પર શંકા કેવી રીતે ગઈ?

પોલીસે કહ્યું હતું, ‘શરૂઆતમાં રાજેશ એવું જ કહેતો કે મારી ઘરવાળી ક્યાં ગઈ છે એ મને ખબર જ નથી. અગાઉ તેની સાળી બિન્દુ ગુમ થઇ હતી ત્યારે પણ તેને વારંવાર પૂછપરછ કરવા છતાં તે એવું જ કહેતો કે મારી સાળી ક્યાં છે, મને ખબર નથી. એ વખતે બિન્દુની કોલ ડિટેઇલ કાઢતાં રાજેશે તેને ભગાડી ગયાનું ખૂલ્યું હતું, જેથી રાજેશ પત્નીના ગુમ થવાના કેસમાં પણ ખોટું બોલતો હોવાની શંકા મજબૂત થઈ હતી. રાજેશ સાળી બિન્દુને ભગાડી ગયો હતો ત્યારે તેણે પત્ની રંજનબેન અને બિન્દુ બંનેને અલગ રાખી હતી. તેણે સાળીને જસદણ ખાતે રાખી હતી.’

Bhaskar Exclusive: 'If kill my sister, I will marry you', Husband made a dangerous plan to settle his sister-in-law, pushed the corpse into my ravine, put stones on it and buried it
                      પતિ સાથે બાઈક પર નીકળેલી રંજનબેનને ક્યાં ખબર હતી કે આગળ મોત તેની રાહ જુએ છે.

સાળીની જીદ હતી, મારી બેનને મારી નાખ તો હું તારા ઘરમાં બેસું

પોલીસે વધુમાં કહ્યું હતું કે અગાઉ એકવાર ભાગીને પાછા આવી ગયા છતાં બિન્દુ અને બનેવી વચ્ચેનો પ્રેમસંબંધ પૂરો થયો નહોતો. તેઓ સતત એકબીજા સાથે સંપર્કમાં હતાં. બિન્દુ પોતાના જીજાને એવું કહેતી, ‘મારી બેનને મારી નાખ તો હું તારા ઘરમાં બેસી જાઉં.’ બંનેની ટેલિફોન પર વાત થતી હતી. આ અંગેના CDR પણ પોલીસને મળી આવ્યા છે.

હત્યાની જગ્યા કેવી રીતે નક્કી કરી?

પોલીસે આ અંગે કહ્યું હતું કે એ આખો જંગલ (સીમ) વિસ્તાર છે. તેની આસપાસ બિન્દુની ફોઈની વાડી આવેલી છે એટલે એ રસ્તે આરોપી અવારનવાર જતો હતો. બિન્દુ પણ એ વખતે તેની ફોઈની વાડીએ રહેતી હતી. એ દિવસે પણ ફોઈની વાડીએ બિન્દુને મળવા જવાનું બહાનું કાઢીને આરોપી રાજેશ પત્ની રંજનબેનને બપોરે સાડાત્રણ વાગ્યે ઘરેથી લઈને બાઈક પર નીકળ્યો હતો. રસ્તામાં દીપડા પાડા વિસ્તાર આવ્યો, એ ડુંગરાળ વિસ્તારમાં બાઇક ઊભું રાખ્યું ને પતિએ પત્નીને કહ્યું, ‘હમણાં બિન્દુ આવશે, આપણે અહીં બેસીએ, વાડીએ જવું નથી.’ પછી બંને બે મિત્રોની જેમ રંજન આગળ બેઠી હતી અને રાજેશ પાછળ બેઠો હતો. ત્યારે તેણે ખિસ્સામાંથી કેબલ કાઢીને રંજનબેનના ગળામાં વીંટાળીને ગળું દબાવી દીધું હતું. ત્યાંથી લાશને થોડી ઢસડીને ધક્કો માર્યો હતો. લાશ ખાડામાં જતી રહી હતી. પછી ખાડામાં લાશ ઉપર પથ્થરો મૂકી દાટી દીધી હતી. હત્યાંનું સ્થળ સાવ અવાવરૂ છે. ત્યાં સામાન્ય દિવસોમાં કોઈ જતું નથી.

Bhaskar Exclusive: 'If kill my sister, I will marry you', Husband made a dangerous plan to settle his sister-in-law, pushed the corpse into my ravine, put stones on it and buried it
            પતિ રાજેશે જે જગ્યાએ પત્નીને મારીને ફેંકી દીધી હતી એ સાવ અવાવરૂ જગ્યા છે, ભાગ્યે જ કોઈ ત્યાં જાય છે.

પત્નીએ જ પતિને બહેન સાથે સંબંધ રાખવા કહ્યું?

જ્યારે હત્યાની તાપસ કરતાં મોલડી પોલીસ સ્ટેશનના PSI ચૂડાસમા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે હત્યામાં ફક્ત રાજેશ સામેલ હોવાથી તેની પર જ કેસ કરવામાં આવ્યો છે. પોલીસે એવું પણ કહ્યું હતું કે આરોપીએ ઘટસ્ફોટ કર્યો હતો કે તેની ઘરવાળીએ જ તેને સાળી સાથે સંબંધ રાખે તો વાંધો ન હોવાનું કહ્યું હતું. તો પછી રાજેશે તેની પત્ની રંજનની કેમ હત્યા કરી? એ સવાલના જવાબમાં પોલીસે કહ્યું કે રાજેશે એવી કબૂલાત આપી છે કે તે મને નહોતી ગમતી. સાળીને ઘરમાં બેસાડવી હતી.

Bhaskar Exclusive: 'If kill my sister, I will marry you', Husband made a dangerous plan to settle his sister-in-law, pushed the corpse into my ravine, put stones on it and buried it
                    PSI ચાવડા અને PSI ચૂડાસમાએ પતિની આકરી પૂછપરછ કરીને કેસને ઉકેલવામાં સફળતા મેળવી હતી.

હત્યાના બીજા દિવસે સાળીની સગાઈ હતી

જે દિવસે રાજેશે તેની પત્ની રંજનની હત્યા કરી તેના બીજા દિવસે તેની સાળી બિન્દુની સગાઈ હતી, જેથી સગાઈ અગાઉ બિન્દુને મળી આવીએ એવું બહાનું કાઢીને તે પત્નીને સાળી જ્યાં રહેતી હતી તે વાડી આસપાસના વિસ્તારમાં લઈ ગયો હતો. આ કેસમાં સાળી બિન્દુની કોઈ સીધી સંડોવણી છે કે કેમ એ અંગે પોલીસ હવે તપાસ હાથ ધરશે.

હત્યામાં અન્ય કોઈ સામેલ? તપાસનો વિષય

પોલીસે જણાવ્યું હતું કે રાજેશે હત્યા સમયે વાપરેલી બાઈક ડિટેઇન કરવાનું બાકી છે, જે તેના વીંછિયા ખાતે આવેલા ઘરે પડી છે. હત્યા માટે વપરાયેલો કેબલ તેણે લાશના ગળામાં જ રહેવા દીધો હતો, જે પોસ્ટમોર્ટમ બાદ ડૉક્ટરે આપ્યો છે. લાશ સાવ હાડપિંજર થઇ ગઈ હતી, જેથી પુરુષ કે સ્ત્રીની લાશ છે એ ઓળખવી પણ મુશ્કેલ બની ગઈ હતી. બનાવ સમયે અન્ય કોઈ રાજેશના કોન્ટેક્ટમાં હતું કે નહીં એ બાબતે હાલ તપાસ ચાલી રહી છે.

સનસનાટીભર્યો હત્યાકાંડ: વીંછિયામાં પત્નીને એઇડ્સ થતાં સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી નાખી

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link