Site icon સોહમ 24 ન્યુઝ

ભાસ્કર એક્સપ્લેનર: ધરતીને બચાવવા મિસાઇલથી ઉલ્કાપિંડનો માર્ગ બદલશે નાસા, જાણો શું છે આ મહાપ્રયોગ, કઈ રીતે બચશે ધરતી

ભાસ્કર એક્સપ્લેનર: ધરતીને બચાવવા મિસાઇલથી ઉલ્કાપિંડનો માર્ગ બદલશે નાસા, જાણો શું છે આ મહાપ્રયોગ, કઈ રીતે બચશે ધરતી

Google News Follow Us Link

નાસા આજે ધરતીને બચાવવા માટે પોતાનું પ્રથમ ‘ડાર્ટ મિશન’ લોન્ચ કરી શકે છે. ભારતીય સમયાનુસાર બપોરે 11.50 વાગ્યે સ્પેસક્રાફ્ટનો લોન્ચ વિન્ડો ઓપન થશે, એટલે કે એ પછી હવામાન અને બાકીની પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિશન લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશનમાં નાસા સ્પેસક્રાફ્ટને ઉલ્કાપિંડ સાથે ટકરાઈને એની ગતિ અને દિશામાં પરિવર્તન કરશે. એનાથી એ જાણી શકાશે કે કોઈ ઉલ્કાપિંડની ગતિ અને દિશાને કેટલી બદલી શકાય છે, જેનાથી એ ધરતી સાથે ન ટકરાય.

સમજીએ છીએ… નાસાનું આ મિશન શું છે? કામ કેવી રીતે કરશે? જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે એ શું છે? મિશનની સમગ્ર ટાઇમલાઇન શું છે? અને એનાથી તમારો જીવ કેવી રીતે બચી શકે છે?…

ભાસ્કર એક્સપ્લેનર: યુદ્ધ માટેના રિઝર્વ ઓઇલનો ઉપયોગ કરીને મોંઘવારીનો સામનો કરશે અમેરિકા; રશિયા, સાઉદી અરેબિયા જેવા દેશ કેમ કરે છે વિરોધ?

સૌપ્રથમ નાસાનું મિશન સમજીએ:

 

નાસાએ આ મિશનને DART (ડબલ એસ્ટ્રોઈડ રિડાયરેક્શન ટેસ્ટ) નામ આપ્યું છે. મિશનમાં નાસા એ જાણવાની કોશિશ કરશે કે અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહેલા ઉલ્કાપિંડને ધરતી સાથે ટકરાવાથી કઈ રીતે રોકી શકાય છે.

મિશન અંતર્ગત નાસાએ એક સ્પેસક્રાફ્ટ બનાવ્યું છે. આ સ્પેસક્રાફ્ટ ડિમાર્ફોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. એના પછી જાણવામાં આવશે કે ટકરાવાના કારણે ડિમાર્ફોસની ગતિ અને દિશામાં શું ફેરફાર થયો છે. આ આધારે એ ગણતરી કરવામાં આવશે કે કોઈપણ ઉલ્કાપિંડની દિશા અને ગતિને કેટલી બદલી શકે છે. મિશનનો ખર્ચ લગભગ 2 હજાર કરોડ રૂપિયા છે.

અત્યંત દુ:ખદ સમાચાર, અનુપમા શોની આ અભિનેત્રીનું નિધન, શોકમાં ડૂબી ‘અનુપમા’

સ્પેસક્રાફ્ટ જે ઉલ્કાપિંડ સાથે ટકરાશે તેના વિશે પણ જાણી લો:

સ્પેસક્રાફ્ટ ડિડિમોસ નામના એક ઉલ્કાપિંડ સાથે ટકરાશે. ડિડિમોસ બે હિસ્સાવાળો એક ઉલ્કાપિંડ છે, જેની સૌપ્રથમ ભાળ 1996માં મેળવવામાં આવી હતી. આ ઉલ્કાપિંડનો મોટો હિસ્સો લગભગ 780 મીટરમાં ફેલાયેલો છે, જેનું નામ ડિડિમોસ છે. જ્યારે, નાનો હિસ્સો લગભગ 160 મીટરમાં ફેલાયેલો છે, જેને ડિમોર્ફસ કહેવામાં આવે છે. હાલ નાનો હિસ્સો (ડિમોર્ફસ) મોટા હિસ્સા (ડિડિમોસ)ની પરિક્રમા કરી રહ્યો છે.

જો કે, ડિડિમોસ ધરતી સાથે ક્યારેય નહીં ટકરાય, એ કારણથી તેનાથી આપણને કોઈ જોખમ નથી. આ જ કારણ છે કે નાસાએ પોતાના મિશન માટે તેની પસંદગી કરી છે, જેથી ભવિષ્યમાં જો કોઈ એવો ઉલ્કાપિંડ ધરતી તરફ આવ્યો તેને કેવી રીતે દૂર રાખી શકાય.

આ સાથે જ મિશન માટે ડિડિમોસને પસંદ કરવાનું એક કારણ એ પણ છે કે 2003માં આ ધરતીની નજીકથી પસાર થયો હતો. 2022માં આ ફરી ધરતી નજીકથી પસાર થશે.

કંગના બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐય્યરે આઝાદી અંગે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું?

– સમગ્ર મિશન કામ કેવી રીતે કરશે, એ સમજીએ

– આ મિશન કેટલું મહત્વનું છે?

આપને લાગતું હશે કે ઝડપ અને દિશામાં આટલા નાના ફેરફારથી શું ફરક પડશે. પરંતુ સમજવાની વાત એ છે કે અંતરિક્ષમાં ઉલ્કાપિંડ વર્ષો સુધી આમતેમ ઘૂમતા રહે છે. જો ઝડપ અને દિશામાં થોડો પણ ફેરફાર થઈ રહ્યા છે તો સમયની સાથે આ ફેરફાર મોટો થતો જશે. એક્સપર્ટ્સ કહે છે કે સ્પીડ અને દિશામાં નાના ફેરફારથી જ અથવા તો ઉલ્કાપિંડ ધરતીથી ટકરાશે કે નહીં કે પછી ટકરાશે તો પણ આપણને તૈયાર કરવાનો થોડો સમય મળી શકે છે, જેનાથી નુકસાન ઓછું કરી શકાશે.

આ મિશન કેટલું મહત્વનું છે તેનો અંદાજો એ વાતથી લગાવી શકાય છે કે જો કોઈ 100 મીટરનો ઉલ્કાપિંડ પણ ધરતી સાથે ટકરાય તો આ એક સમગ્ર મહાદ્વિપ પર વિનાશ વેરી શકે છે.

અમદાવાદમાં રખડતા ઢોરના પ્રશ્ને વિવાદ વકર્યો, ભાજપ કાઉન્સીલરે જ કર્યા આવા ગંભીર આક્ષેપો

વધુ સમાચાર માટે…

દિવ્ય ભાસ્કર

Google News Follow Us Link

Exit mobile version