- Advertisement -
HomeGOV-પ્રેસ જાહેરાત સમાચારસુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

- Advertisement -

Bhumipujan – સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

Google News Follow Us Link

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

  • જિલ્લાનાં બાળકો નજીવી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે -ડો. મહેન્દ્રભાઈ મુંજપરા
  • આયુષ વિભાગનું બજેટ વર્ષ 2014માં રૂ. 691 કરોડથી વધારી વર્ષ 2022માં રૂ. 3050 કરોડ થયું
  • 50 વર્ષોમાં વિકાસની જે કામગીરી નહોતી થઈ તે ડબલ એન્જિનની આ સરકાર કરી રહી છે -કિરીટસિંહ રાણા
  • પ્રાયમરી લાઈફ સપોર્ટ સિસ્ટમની સુવિધા ધરાવતી 6 એમ્બ્યુલેન્સને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું

કેન્દ્રિય આયુષમંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાનાં અધ્યક્ષસ્થાને અને કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતિમાં આજે સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંડિત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે રૂ.136 કરોડના ખર્ચે 5 હેક્ટર જેટલા વિસ્તારમાં આધુનિક સુવિધાઓથી સજજ 100 બેડની આર્યુવેદિક હોસ્પિટલ અને કોલેજનું નિર્માણ કરવામાં આવશે.

અલગ-અલગ 9 વિભાગોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનાં સહયોગથી આકાર લેનારી ગુજરાતની છઠ્ઠી આર્યુવેદિક હોસ્પિટલ અને કોલેજમાં કાયચિકિત્સા, પંચકર્મ, શલ્યતંત્ર, શાલાક્યા તંત્ર(નેત્ર વિભાગ), શાલાક્યા તંત્ર(કર્ણ, નાસા, મુખ, દંત વિભાગ), પ્રસુતિ સ્ત્રી રોગ વિભાગ જેવા અલગ-અલગ 9 વિભાગોની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે, જેનો લાભ સુરેન્દ્રનગર અને આસપાસના જિલ્લાને મળશે. આ કોલેજમાં અભ્યાસ કરવા માટે જરૂરી લાયકાતો વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાળકો નજીવી ફી ભરીને આયુર્વેદનું શ્રેષ્ઠ શિક્ષણ મેળવી શકશે. શ્રી નરેન્દ્રભાઇ મોદીનાં વડાપ્રધાન બન્યા બાદ આયુષ વિભાગનું બજેટ વર્ષ 2014માં રૂ.691 કરોડથી વધારી વર્ષ 2022માં રૂ.3050 કરોડ કરવામાં આવ્યું છે, જેનાં પરિણામે દેશમાં આયુષ સારવારનું માળખું સુદ્રઢ બન્યું છે.

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

કોરોના કાળમાં આયુષ ઉપચાર પદ્ધતિઓના સફળ ઉપયોગ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ આયુષ વિભાગ આરોગ્યનો એક નાનો વિભાગ માત્ર હતો ત્યારે છેલ્લા દાયકામાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં માર્ગદર્શન અને અવિરત પ્રયાસોના કારણે વિશ્વભરમાં આયુર્વેદનું મહત્વ વધ્યું છે. આયુષ પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા અને તેનું દેશવ્યાપી માળખું મજબૂત કરવાની દિશામાં સરકારની કામગીરીની રૂપરેખા આપતા તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2014માં દેશમાં 523 આયુર્વેદ કોલેજો હતી જ્યારે વર્ષ 2022માં 780 આર્યવેદિક કોલેજ કાર્યરત થઈ છે.

12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ

ચીન સહિતનાં પ્રતિસ્પર્ધીઓને માત આપી વડ઼ાપ્રધાનશ્રીનાં માર્ગદર્શન હેઠળ જામનગર ખાતે દુનિયાનું પ્રથમ અને WHO દ્વારા પ્રમાણિત એવું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસીન નિર્માણ પામશે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં રૂ.9000 કરોડનાં એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. દેશની 23 જેટલી એઈમ્સમાં આયુષ વિભાગની શરૂઆત કરવામાં આવી છે.

નેશનલ આયુષ મિશન અંતર્ગત ગુજરાતમાં 265 અને સુરેન્દ્રનગર જિલ્લામાં 12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસ કાર્યોની વિસ્તારપૂર્વક વાત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી સેમિકંડક્ટરનાં ઉત્પાદનક્ષેત્રે તાઈવાનનું જ વર્ચસ્વ હતું તે સેમિકંડક્ટરનાં ઉત્પાદનનો પ્લાન્ટ સરકારનાં પ્રયાસોથી ધોલેરામાં શરૂ થવા જઈ રહ્યો છે.

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ

કાર્યક્રમને સંબોધન કરતા કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે લીંબડી ખાતે 100 બેડની હોમિયોપેથીક હોસ્પિટલ બાદ સુરેન્દ્રનગર ખાતે 100 બેડની આયુર્વેદિક હોસ્પિટલ અને કોલેજ સ્થપાઈ રહી છે, તે જિલ્લા માટે આનંદ અને ગૌરવની ક્ષણ છે. આયુર્વેદની સારવાર આપણો પ્રાચીન વારસો અને વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે તેમ જણાવતા કેબિનેટ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે સદીઓથી આપણા વડવાઓ ઔષધીય ગુણો ધરાવતી વનસ્પતિઓની મદદથી આડઅસર વગરની સારવાર કરતા હતા.

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ આયુષ પદ્ધતિના શ્રેષ્ઠ ડોકટર્સ અને હોસ્પિટલ જન-જન માટે સુલભ થાય તે દિશામાં સરકાર કામગીરી કરી રહી છે. 50 વર્ષોમાં વિકાસની જે કામગીરી નહોતી થઈ તે ડબલ એન્જિનની આ સરકાર કરી રહી છે તેમ જણાવતા શ્રી કિરીટસિંહે ઉમેર્યું હતું કે આ સરકાર જે વચનો આપે છે તે પૂરા કરે છે.

વઢવાણ ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે અનેક અસાધ્ય કહેવાતી બિમારીઓમાં આર્યુવેદની સારવાર આશ્ચર્યજનક પરિણામો આપે છે ત્યારે આ સસ્તી અને બિનહાનિકારક સારવાર માટે આર્યુવેદ હોસ્પિટલોનું નેટવર્ક ઉભુ કરવાની દિશામાં આયોજન કરી સરકાર કામગીરી કરી રહી છે.

પંડિત દિન દયાળ ટાઉનહોલ, સુરેન્દ્રનગર ખાતે યોજાયેલ આયુર્વેદ કોલેજના ભૂમિપૂજન કાર્યક્રમ બાદ કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા સહિતનાં ઉપસ્થિત મહાનુભાવોએ મેમકા, મોટી માલવણ, કોંઢ, કુડા, શિયાણી અને પાણશીણા સહિતનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે સાંસદશ્રીની તેમજ DMFની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ 6 એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ એમ્બ્યુલન્સ પ્રાયમરી લાઈફ સપોર્ટ સિસ્ટમ સહિતની સુવિધાઓ ધરાવે છે.

સુરેન્દ્રનગર ખાતે સરકારી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

12 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું ઈ-લોકાર્પણ :

આ અવસરે મુળી તાલુકાના લીયા અને સરલા, ધ્રાંગધ્રા તાલુકાના સોલડી, ધ્રુમઠ અને સુલતાનપુર, ચોટીલા તાલુકાના કાળાસર, લખતર તાલુકાના નાના અંકેવાળીયા, ડેરવાળા, સાયલા તાલુકાનાં ધજાળા, વઢવાણ તાલુકાનાં ગુંદિયાળા તેમજ પાટડી તાલુકાના એરવાડા અને દેગામ સહિતનાં 12 ગામોમાં નિર્માણ પામેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોનું ઈ-લોકાર્પણ કેન્દ્રિયમંત્રીશ્રીનાં વરદ હસ્તે કરાયું હતું. કાર્યક્રમનાં પ્રારંભે આયુષ સચિવશ્રી રાજેશ કોટેચા દ્વારા સ્વાગત પ્રવચન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ધ્રાંગધ્રા ધારાસભ્યશ્રી પરસોતમભાઈ સાબરીયા, નગરપાલિકા પ્રમુખશ્રી વીરેન્દ્રભાઈ આચાર્ય, સુરસાગર ડેરી ચેરમેનશ્રી બબાભાઈ ભરવાડ, પૂર્વ સાંસદ શ્રી શંકરભાઈ વેગડ, પૂર્વ ધારાસભ્ય સર્વશ્રી ધનરાજભાઈ કૈલા, શ્રી પુનમભાઈ મકવાણા, શ્રી શામજીભાઈ ચૌહાણ, સુશ્રી વર્ષાબેન દોશી, અગ્રણી સર્વશ્રી જગદીશભાઈ મકવાણા, જયેશભાઈ પટેલ, અંગત સચિવશ્રી અમૃતેષ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.એન.મકવાણા, આયુષ નાયબ સચિવશ્રી સ્નેહલ ભાટકર, જિલ્લા મુખ્ય આયુર્વેદ અધિકારીશ્રી મનોજ તારવાણી સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યાં હતાં.

સુરેન્દ્રનગરમાં રૂ.136 કરોડના ખર્ચે 5 હેકટર વિસ્તારમાં 100 બેડની સુવિધા ધરાવતી આયુર્વેદ હોસ્પિટલ-કોલેજનું નિર્માણ કરાશે

વધુ સમાચાર માટે…

Surendranagar News

Google News Follow Us Link

- Advertisement -
- Advertisement -

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Must Read

- Advertisement -

Related News

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

헤드라인을 뒤지다

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત – ટ્રાફિકજામ

ધ્રાંગધ્રાના દુદાપુર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત - ટ્રાફિકજામ Google News Follow Us Link ધ્રાંગધ્રા કચ્છથી અમદાવાદ ફોરલેન રોડ પર વાહન ચાલકો ગફલતભરી રીતે વાહન ચલાવતા અવારનવાર અકસ્માતો બનતા જોવા મળતાં હોય છે. ત્યારે આવો જ એક બનાવ બનવા પામ્યો હતો. જેમાં સવારના સમયે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા દુદાપુર નજીક હાઈવે ઉપર નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સજાયો હતો. જેમાં ચાલકને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ...