વઢવાણ સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં ડૉ.બાબાસાહેબ આંબેડકરજીનાં જીવનમંત્ર સાથે જન્મજયંતીની ઉજવણી કરાઇ
- સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમાને વંદન કરી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી
- ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન કરતો કાર્યક્રમ યોજાયો હતો.

સુરેન્દ્રનગર આંબેડકર ચોકમાં આંબેડકરજીની પ્રતિમાને વંદન કરી આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી. સુરેન્દ્રનગરમાં આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 130મી જન્મજયંતી નિમિત્તે કોટી કોટી વંદન કરતો કાર્યક્રમ યોજાયો હતો.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં લોકોના મનમાં કોરોનાનો ભય દૂર કરવા વાક્યો લખાયા
જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી જય ભીમ જય ભીમના નારા લગાવ્યા હતા અને બંધારણના ઘડવૈયા એવા બાબાસાહેબ આંબેડકરના મંત્ર એવા શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો ના બેનર સાથે આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
વઢવાણ સુરેન્દ્રનગર શહેરમાં વધતા જતા કોરોનાને લઈને સિનિયર સિટિઝન દ્વારા તીખી પ્રતિક્રિયા આપવામાં આવી