બોક્સ ઓફિસ: ‘ભૂલ ભૂલૈયા 2’ કાર્તિક આર્યનના કરિયરની સૌથી મોટી ઓપનર ફિલ્મ બની, આલિયા ભટ્ટની ગંગુબાઈને પછાડીને પહેલા દિવસે 14.11 કરોડની કમાણી કરી
- 2022માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
એક્ટર કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સ્ટારર ‘ભૂલ ભૂલૈયા 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. એક દિવસ પહેલા 20 મે (શુક્રવાર)ના રોજ રિલીઝ થયેલી આ હોરર કોમેડી ફિલ્મે ઓપનિંગ ડે પર 14 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કર્યો છે. તેની સાથે જ ‘ભૂલ ભૂલૈયા 2’ કાર્તિક આર્યનની કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે.
એટલું જ નહીં KGF-2,ડૉક્ટર સ્ટ્રેન્જ-2 અને RRR પછી ભુલ ભૂલૈયા-2 હિન્દી બેલ્ટમાં 2022ની ચોથી સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ બની ગઈ છે. તેમજ ‘બચ્ચ્ન પાંડે’ કરતાં પણ વધારે ઓપનિંગની સાથે ‘ભૂલ ભૂલૈયા 2’ બોલિવૂડની બેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે.
ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાની કમાણી કરી
ટ્રેન એનાલિસ્ટ તરણ આર્દશે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, લગભગ 75 કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે ભારતમાં પહેલા દિવસે 14.11 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. તરણને આશા છે કે ફિલ્મ ફર્સ્ટ વીકેન્ડ એટલે કે શનિવાર અને રવિવારે પણ સારી કમાણી કરશે. ફિલ્મને દુનિયાભરમાં 3,829 સ્ક્રિન્સ મળી છે. તેમજ ભારતમાં તેને 3,200 અને વિદેશોમાં 629 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી છે.
#BhoolBhulaiyaa2 brings JOY, gives HOPE, boosts MORALE, revives BIZ… Silences NAYSAYERS, who wrote obituaries of #Bollywood after a string of flops… FANTASTIC Day 1, despite *low ticket pricing*… Emerges #KartikAaryan's BIGGEST OPENER… Fri ₹ 14.11 cr. #India biz. pic.twitter.com/x7sQvR0oVb
— taran adarsh (@taran_adarsh) May 21, 2022
2022માં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
‘ભૂલ ભૂલૈયા 2’ 2022માં રિલીઝ થનારી બોલિવૂડ ફિલ્મોમાં ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ પણ બની ગઈ છે. આ ફિલ્મે અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ (13.25 કરોડ) અને આલિયા ભટ્ટની ગંગુબાઈ કાઠિયાવાડી (10.50 કરોડ)ને પછાડી દીધી છે.
એટલું જ નહીં ભૂલ ભૂલૈયા-2 કાર્તિત આર્યનની કરિયરની બિગેસ્ટ ઓપનર ફિલ્મ પણ બની ગઈ છે. આ પહેલા ઓપનિંગ ડે પર કાર્તિકની ‘લવ આજ કલ’એ 12.40 કરોડ, ‘પતિ પત્ની ઔર વો’ એ 9.10 કરોડ, ‘લુકા છુપી’એ 8.01 કરોડ અને ‘પ્યાર કા પંચનામા-2’એ 6.80 કરોડ, ‘સોનુ કે ટીટૂ કી સ્વીટી’ એ 6.42 કરોડ અને ‘પ્યાર કા પંચનામા-1’એ 92 લાખ રૂપિયાની કમાણી કરી હતી.