બજેટ 2022 LIVE UPDATES: સીતારમણે કહ્યું- 1.5 લાખ પોસ્ટ ઓફિસ ફુલ ફ્લેજ બેન્કિંગ સેવા આપશે, ઈ-પાસપોર્ટ શરૂ થશે, ડિજિટલ સીગ્નેચર માન્ય
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે.
- આ અમૃતકાળનું બજેટ, જે આગામી 25 વર્ષનો પાયો નાખશે
- 2047માં 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે
- બજેટની સાથે સાથે શેરબજારમાં 650 પૉઇન્ટનો ઉછાળો
- ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરાશે
કોરોનાની ત્રીજી લહેર વચ્ચે નિર્મલા સીતારમણ આજે સામાન્ય બજેટ રજૂ કરવાનાં છે. આ તેમનું ચોથું બજેટ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પછી નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા હતા. ત્યાં કેબિનેટ દ્વારા પણ બજેટને મંજૂરી આપી દેવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં પેપરલેસ બજેટ વાંચવાનું શરૂ કર્યું છે.
બજેટ અપડેટ્સ:-
- ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે: ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
- 5 જી ટેક્નોલોજીના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે મોબાઈલ કંપનીઓને પ્રોત્સાહન
- 2022માં 5જીનું ઓક્શન થશે
- 2022- 23માં ઈ-પાસપોર્ટ શરૂ થશે
- 2022-23માં પીએમ આવાસ યોજના અંતર્ગત 80 લાખ મકાનો બનશે, તેના માટે 48 કરોડનું ફંડ રાખવામાં આવશે.
- નોર્થ ઈસ્ટના વિકાસ માટે યોજના લોન્ચ કરાશે. જેથી ત્યાંના લોકોનું જીવન સ્તર સુધરશે
- ભારતને આઝાદીના 100 વર્ષ થશે ત્યારે 50 ટકા ભારત શહેરોમાં રહેતું હશે
- ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપીશુંરાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.
- નેટ બેન્કિંગથી બેન્ક અને પોસ્ટ ઓફિસને જોડવામાં આવશે. જેથી ખેડૂતો અને સિનિયર સિટિઝનોને ફાયદો થશે
- પોસ્ટ ઓફિસ અને બેન્કમાંથી ઈન્ટર ટ્રાન્સફર પૈસા કરી શકાશે
- નિર્મલા સીતારમણે કહ્યું કે, કોરોનાકાળામાં શિક્ષણને ખૂબ નુકસાન થયું છે. એક ક્લાસ એક ટીવી ચેનલને 12થી વધારીને 200 ટીવી ચેનલ કરવામાં આવશે. તે સિવાય ડિજિટલ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરશે. જ્યારે માનસિક સમસ્યાઓ માટે નેશનલ ટેલીમેન્ટલ હેલ્થ પ્રોગ્રામ પણ શરૂ કરાશે.
- ડ્રોન શક્તિ માટે સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવામાં આવશળે
- આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.
- 2022-23 વચ્ચે નેશનલ હાઈવેની લંબાઈ 25 હજાર કિમી સુધી વધારવામાં આવશે
- કાર્ગો ટર્મિનલ્સ
- 5 નદીઓના જોડાણની પ્રક્રિયા શરૂ કરાશે
- આગામી ત્રણ વર્ષોમાં 400 નવી વંદેભારત ટ્રેન તૈયાર કરવામાં આવશે
- 15 મિનિટની સ્પીચ આપી નાણામંત્રીએ પાણી પીધું
- ગંગા નદી કિનારે 5 કિલોમીટરમાં પહેલાં તબક્કામાં ખેતી શરૂ કરાશે, ઓર્ગેનિક ફાર્મિગ શરૂ કરાશે
- એર ઈન્ડિયાનું ડિસઈન્વેસ્ટમેન્ટ પુરુ થઈ ગયું છે, હવે ટૂંક સમયમાં આવશે LICનો આઈપીઓ
- આ બજેટથી ભારતને આગામી 25 વર્ષ માટે પાયો બનશે. આવતા નાણાકિય વર્ષમાં આર્થિક ગ્રોથ 9.2 ટકા રહેવાની શક્યતા છે.
- 20 હજાર કરોડના ખર્ચે 25 હજાર કિલોમીટરના નવા રસ્તા બનશે
- વન સ્ટેશન, વન પ્રોડક્ટનો કન્સેપ્ટ રજૂ કરાશે
- નાણામંત્રીએ કહ્યું- આ બજેટથી આગામી 25 વર્ષને મજબૂત કરવામાં આવશે
- બજેટમાં નિર્મલા સીતારમણે વાંરવાર અમૃત કાર્ડનો ઉલ્લેખ કર્યો
- LICના ડિસઈન્વેસ્ટમેન્ટ મુદ્દે સંસંદમાં સૂત્રોચાર થયા
- નિર્મલા સીતારમણે બજેટ ભાષણ શરૂ કર્યું, મહામારીનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ભારત તેની વિકાસ યાત્રા ચાલુ રાખશે.
- આત્મનિર્ભર યોજનાથી ભારતમાં 16 લાખ રોજગારીની તક ઉભી કરવામાં આવશે
બજેટની મહત્વની વાતો:-
ઈ-વાહનમાં બેટરીની અદલા બદલી કરી શકાશે-
ઘણી જગ્યાએ ઈ-વાહન ચાર્જિંગ નથી મળતા તેથી ઈ-વાહનોમાં બેટરીની અદલા-બદલી કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
કિસાન ડ્રોન- ખેતીમાં મદદ કરશે ડ્રોન-
ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં પણ કરાશે. કિસાન ડ્રોનનો ઉપયોગ કરાશે. તેનાથી પાક મુલ્યાંકન, જમીન માપણી, દવાનો છંટકાવ કરવામાં આવશે.
400 નવી પેઢીની વંદેમાતરમ ટ્રેન ચાલશે
400 નવી જનરેશનની વંદેભારત ટ્રેનો આગામી 3 વર્ષ દરમિયાન દોડતી થઈ જશે. આ દરમિયાન 100 પ્રાઈમ ડાયનામિક કાર્ગો ટર્મિનલનું પણ નિર્માણ કરાશે. આ મેટ્રો સિસ્ટમના નિર્માણ કરવા માટે ખાસ નવીન રસ્તાઓ પણ બનાવાશે.
ગંગા કિનારે હવે ઓર્ગેનિક ખેતી-
ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપી શું રાજ્ય સરકારોને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ પોતાના સિલેબસમાં ફાર્મિંગ કોર્સનો ઉમેરો કરે. ગંગા કોરિડોરની આસપાસ નેચરલ ફાર્મિંગને પ્રોત્સાહન આપવામાં આવશે. નાના ઉદ્યોગોને ક્રેડિટ ગેરન્ટી સ્કીમ દ્વારા મદદ કરવામાં આવશે.
અમૃતકાળનું બજેટ:-
સૌથી પહેલા હું તેવા લોકો માટે સંવેદના વ્યક્ત કરું છું જેમણે કોવિડ મહામારીમાં મુશ્કેલીઓનો સામનો કર્યો. આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ અને અમૃતકાળનું આ બજેટ છે. પ્રધાનમંત્રીજીના વિઝનને પૂરુ કરવા માટે અમારી સરકાર પ્રયત્નો કરશે. અમારી સરકાર નાગરિકો ખાસ કરીને ગરીબોને સશક્ત બનાવાની વાત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ગરીબોને સક્ષમ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. આઝાદીના 75 વર્ષથી 100 વર્ષ સુધીની બ્લૂ પ્રિન્ટ રજૂ કરી રહી છું.
સંસદ ભવન પહોંચ્યાં સીતારમણ:-
નાણામંત્રી નિર્મલા સીતારમણે રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરીને સંસદ ભવન પહોંચ્યાં છે. અહીં થોડીવારમાં કેબિનેટ મીટિંગ થશે. એમાં વડાપ્રધાન મોદી પણ સામેલ થશે. કેબિનેટ મીટિંગ માટે મંત્રીઓ સંસદ પહોંચવાનું શરૂ થઈ ગયું છે. ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ મીટિંગ પહોંચી ગયા હતા.
મહામારી દરમિયાન લોકોનાં જીવન બદલાયાં છે અને જરૂરિયાતો પણ. આ સંજોગોમાં બજેટ પાસે એક અલગ જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આજે બજેટ રજૂ થાય એ પહેલાં જ સેન્સેક્સમાં 650 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે.
સૌથી વધારે અપેક્ષા ઈન્કમટેક્સમાં રાહત મળે અને ટેક્સ સ્લેબ વધારવામાં આવે એની સાથે છે. મહામારી દરમિયાન ખેડૂતો અને નાના વેપારીઓ સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. ટૂરિઝમ સેક્ટરને પણ સ્પેશિયલ પેકેજની આશા છે.
રાજ્ય નાણામંત્રીએ કહ્યું- બજેટથી બધા ખુશ થશે
રાજ્ય નાણામંત્રી પંકજ ચૌધરીએ કહ્યું હતું કે બજેટમાં એવો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે બધાને કંઈક ને કંઈક મળે. તેમણે કહ્યું હતું કે બજેટ તૈયાર કરતી વખતે સમાજના દરેક લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. થોડી ધીરજ રાખો, બજેટથી બધા ખુશ થશે.
બૂસ્ટર ડોઝ માટે ફંડ આપવામાં આવી શકે છે
આજે રજૂ થનારા બજેટમાં કોરોના વેક્સિન માટે જે બૂસ્ટર ડોઝ આપવામાં આવે છે, એ માટે ફંડની ફાળવણી કરવામાં આવી શકે છે.
કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ઘટી –
19 કિલો વાળા કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમતમાં આજે 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં હવે તેની કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે. નવી કિંમત આજથી લાગુ કરાશે.
વિમાનોના ઈંધણની કિંમતમાં રેકોર્ડ વધારો –
બજેટ અગાઉ એવિએશન ટર્બાઈન ફ્યૂલ એટલે કે વિમાનોના ઈંધણની કિંમતોમાં રેકોર્ડ 8.5%નો વધારો થયો છે. ઈંધણની કિંમતો વધવા પર હવાઈ ભાડું પણ વધી શકે છે.
સરકાર ઇલેક્ટ્રિક વાહનોની સબસિડીમાં વધારો કરી શકે છે –
હાલમાં, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર FAME-2 યોજના હેઠળ ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર મોટી સબસિડી આપે છે. આ બેટરીની ક્ષમતા અનુસાર રૂ. 15,000/kWhના દર પર આપવામાં આવે છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટેની તેની મહત્તમ મર્યાદા પણ હવે કિંમતના 20 થી 40 ટકાની છે. એવું માનવામાં આવે છે કે આવી સ્થિતિમાં સરકાર આ સબસિડી ચાલુ રાખવાની સાથે-સાથે બજેટમાં આ રકમ થોડી વધુ વધારી શકાય છે, જેથી ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી શક્ય તેટલી વધે. એ જ રીતે, સરકાર ઈલેક્ટ્રિક વાહનોના બિઝનેસને સરળ બનાવવા માટે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે.
બજેટ રજૂ થતાં પહેલાં રાજ્યમંત્રી ભાગવત કરાડે ઘરે પૂજા કરી
આ મોદી સરકારનું 10મું અને નિર્મલા સીતારમણનું ચોથું બજેટ છે.
સામાન્ય નાગરિક, સિનિયર સિટિઝન રાહત ઈચ્છી રહ્યા છે:-
- પાંચ લાંખ સુધીની આવક કરમુકત કરવી
- પાંચ લાખથી દસ લાખ સુધીની 10 ટકા ઇન્કમટેકસ સ્લેબ
- રૂ. 10થી 20 લાખ સુધીની આવક પર 20 ટકા ટેકસ લાગુ કરવો
- રૂ. 20 લાખથી વધુની આવક પર 30 ટકા ટેકસ સ્લેબ દર રાખવો
- સુપર સિનિયર સિટિઝન માટે આવક મુકિત મર્યાદા 5.00 લાખના બદલે રૂ. 7.50 લાખ કરવી જોઇએ.
- મહિલાઓ માટે આવક મુકિત મર્યાદા નથી. અગાઉ મહિલાઓને મુકિત મર્યાદા અલગથી મળતી હતી.
- નોકરિયાત વર્ગને સ્ટાન્ડર્ડ ડિડકશન રૂ. 50 હજાર છે, એ વધારીને 80 હજારથી 1 લાખ સુધી કરવી જોઈએ.